mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પવન વિશે આ જાણો છો ? .

Updated: Feb 25th, 2022

પવન વિશે આ જાણો છો ?                         . 1 - image


ઉ નાળાની ગરમીમાં ઠંડો પવન સૌને ગમે. ઉત્તરાયણમાં એજ પતંગની મજા. હવામાન ખાતાની આગાહીઓમાં પણ પવનો વિશે વાંચવા મળે. પૃથ્વી ગોળ ગોળ ફરે છે. ઉપરાંત તાપમાન અને ઊંચાઈને કારણે પવન પેદા થાય છે. પવનો પૃથ્વીની સપાટી પર સમાંતર વહેતી હવા છે. પવન ત્રણ જાતના હોય છે. કાયમી, મોસમી અને સ્થાનિક. કાયમી પવનો બારે માસ એક જ દિશામાં આવે છે. ઉનાળા અને શિયાળામાં મોસમી પવનો વાય છે. હિંદ મહાસાગર પર ઉનાળામાં નેઋત્ય દિશા તરફથી મોસમી પવન વાય છે. તે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે દેશોમાં વરસાદ લાવે છે.

દિવસ અને રાત્રિના વાતાવરણ બદલવાથી પવનમાં દબાણમાં ફેરફાર થાય છે. પહાડી કે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં સ્થાનિક પવનો વાય છે. વાવાઝોડા, ચક્રવાત જેવી આફતો અનિયમિત પવનોથી થાય છે. વાતાવરણમાં હવાના દબાણમાં ફેરફાર થવાની અનિયમિત પવનો આવી આફતો સર્જે છે. 

Gujarat