પક્ષીઓનાં પીંછાંની અદ્ભૂત રચના

મોરપીછ સુંદરતા અને મુદુતાનું પ્રતીક છે. પક્ષીઓના પીછા જોવા અને તેનો સુંવાળો સ્પર્શ સૌને ગમે. પીંછા એ પક્ષીનો અદ્ભૂત અને ઉપયોગી અંગ છે. માણસ અને અન્ય પ્રાણીઓમાં નખ અને વાળ હોય છે તે જ રીતે પક્ષીઓને પીંછા હોય છે. પરંતુ પક્ષીઓના પીંછાની રચના અદ્ભૂત હોય છે. પક્ષીઓને રંગરૂપ આપવા ઉપરાંત પીંછાના ઘણા ઉપયોગ છે.

