For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાવાઝોડું અને તેની વ્યાપક અસરો

Updated: May 29th, 2021

Article Content Image

- વિચાર વિહાર- યાસીન દલાલ

- વાવાઝોડું અને વરસાદને કારણે રાજયમાં ત્રીસ લાખ ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. ગુજરાતમાં પાંચ ઈંચ કરતાં વધારે વરસાદ પડી શકયો નથી. પણ નુકશાન મોટુ થયું છે. 

સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડું આવ્યું તેની શાહી હજી સુકાઈ નથી. ધીમે ધીમે તારાજીના સમાચાર પાકે પાયે મળતા રહે છે. વડાપ્રધાન શ્રી મોદી ગુજરાત આવ્યા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી એથી મહારાષ્ટ્ર સરકાર ઉશ્કેરાઈ ગઈ અને ભેદ ભાવ કહીને વાંધો લીધો. મૂળ કારણ એ છે કે અત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એન.સી.પી.ની સંયુક્ત સરકાર છે. એટલે વિરોધ પક્ષને બહાનું મળી ગયું કે અમારી સરકારની ઉપેક્ષા થઈ મૂળતો કોઈની ઉપેક્ષા થઈ નથી.

આમાં મૂળ વાત એટલી કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેનાની સંયુક્ત સરકાર છે. પરિણામે આવી સરકારને ઓળખાવી કઈ રીતે? બીજુ મુળ શિવસેનાની બહુમતીની સરકાર છે.  પરિણામે ભાજપ અને લઘુમતિમાં યેલા પક્ષની સરકાર છે. આ રીતે વિરોધ પક્ષ કહે છે આ ખોટું થયું છે.

ટૂંકમાં આપણે સાથે રહીને આ બધું નક્કી કરીએ છીએ. આપણે આમાં કયાય નથી. અને છતાં બધેય છીએ. દરમ્યાન વડાપ્રધાને ગુજરાતનો પ્રવાસ પણ પૂરો કરી દીધો છે. આપણા વડા પ્રધાને આ પ્રવાસ કર્યો છે અને વિશ્વના અમુક ભાગોમાં એના પડઘા પણ પડવા માંડયા છે. દરમ્યાન ભાવનગર વિસ્તારમાં અંધારપટ ચાલું થઈ ગયો છે. એજ રીતે ઉના અને આજુબાજુનાં વિસ્તારમાં પણ અંધારપટ ચાલુ છે. સંખ્યાબંધ ઝાડ પડી ગયા છે. વિજળીના થાંભલા પણ પડી ગયા છે. મોટા પાયે નૂકશાન થયું છે. અનેક સ્થળોએ શાળા કોલેજો બંધ કરવા પડયા છે. અનેક સ્થળોએ હજારો માણસો બેઘર થઈ ગયા છે. આ લોકો જયાં પાકા બાંધકામ હોય ત્યાં આશરો લે છે. ટૂંકમાં આ હોનારત ભયાનક છે. અને ખેડુતોને સખત નૂકશાન થયું છે. એકંદરે સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ સૌથી મોટી હોનારત છે.

આ બાજુ મધ્યપૂર્વમાં આરબ અને ઈઝરાઈલ વચ્ચે ઘર્ષણ ચાલુ થયું છે. ઈઝરાઈલમાં હમાસ નામની એક ત્રાસવાદી સંસ્થા છે... એણે આરબો ઉપર હુમલા શરૂ કર્યા છે. બાજુમાં જ લેબેનોન આવેલું છે. અને સિરિયા વગેરે દેશો પણ નજીકમાં આવેલા છે. આ બધા દેશ અંદરો અંદર લડવા માંડયા છે. દરરોજ રોકેટ દ્વારા એક બીજા ઉપર હુમલા થાય છે. અત્યાર સુધી ૨૦૦ માણસોનો ભોગ લેવાયો છે. છેલ્લા સમાચાર પ્રમાણે યુધ્ધ વિરામ થઈ ગયો છે. અમેરીકા અને રશિયાએ આમા સારો ભાગ ભજવ્યો છે. અત્યારે આ સ્થિતિ છે. ભવિષ્યમાં શું થશે એ કહી શકાય નહીં. 

ભારત અને ઈઝરાઈલ વચ્ચે સંબંધો થોડા થોડા નાજુક ને થોડા સારા રહ્યાં છે. દરમ્યાન આપણે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાંથી બચ્યા છે. આપણે સમજવું જોઈએ કે ઈઝરાઈલ એની આજુબાજુ સાત અરબ દેશોથી ઘેરાયેલું છે.  કોઈ પણ મૂલ્યાંકન કરતી વેળા આપણે આ વાત યાદ રાખવી જોઈએ.

ભૂતકાળમાં આપણે અરબ દેશો સાથે ખાસ નકારાત્મક સંબંધો રાખ્યા નથી. આરબ નેતા યાસર અરાફત સાથે આપણે સારા સંબંધો રાખ્યા છે. યાસર અરાફતને ગરીબોના મસિહા કહેતા એમણે અનેક લડાઈઓ એકલા હાથે લડી છે. અને વિજય મેળવ્યો છે. જયારે ભૂતકાળમાં ભીષણ યુધ્ધ થયું છે ત્યારે ઈજિપ્તમાં નાસર સતા ઉપર હતા.

આરબ દેશોની હાર થેયેલી એનો એમને આઘાત લાગેલો જો કે એ પછી વાટાઘાટો નો યુગ આવ્યો અને સમાધાન થઈ ગયું. જોર્ડન, સિરિયા અને બીજા આરબ દેશોએ સમાધાનનો રસ્તો લીધો. આ તરફ યાસર અરાફત એકલે હાથે લડતા રહ્યા. અત્યારે એ ભૂગર્ભમાં ગયા છે અને ત્યાંથી લડે છે. આ બાજુ હમાસ જેવી સંસ્થાઓ લડાયક પ્રવૃતિ ચલાવે છે. અને લડાઈ મેદાનમાં ઉતરચડ ચાલ્યા કરે છે. દરરોજ કોઈ જીતે છે તો કોઈ હારે છે. આમ આરબ ભૂમિ ફરીથી લોહીથી ખરડાઈ છે. આરબ દેશો ઈઝરાઈલને ઘેરીને બેઠા છે. એ લોકોની સંખ્યા સાતથી આઠની છે. ઈઝરાઈલ એકલું છે. અમેરિકા શું કરે છે એના ઉપર ઘણો આધાર રહેલો છે.

દરમ્યાન વિશ્વની પરિસ્થિતિ જોતાં આ તંગદિલી નોંધપાત્ર છે. આરબ દેશોમાંથી કોઈ હજી મહાસત્તા બની શકયું નથી. સાઉદિ અરેબીયા અને ઈરાન જેવા દેશોમાં તેલના કૂવા નિકળ્યા છે. પણ હજી એ બધુ બાલ્યાવસ્થામાં છે. અમેરિકામાં દરિયાની નીચે પેટ્રોલ ભારે માત્રામાં છે. આ તરફ રશિયાની આજુબાજુના દેશોમાં પણ સારી માત્રામાંં પેટ્રોલ છે.

 ટૂંકમાં આરબ પેટ્રોલની દશા અતિશય ખરાબ છે. એક જમાનામાં આરબોના પેટ્રોલના કૂવાઓની હાલત અત્યંત ભંગાર હતી. બે રૂપિયાનો કૂવો હતો. પછી ઝાકીઅલીઅમની એ આઈડિયા આપ્યો અને એ લોકોએ યનિયન બનાવ્યું અને ભાવો ઉંચકાતા ગયા અને આરબ દેશો માલદાર થતા ગયા.

આજે વિશ્વમાં સૌથી વધુ પૈસો આરબો પાસે છે. પણ મુશ્કેલી એ છે કે આરબો સત્તા દ્રષ્ટિએ વહેંચાઈ ગયા છે. એ લોકોનો ઓપેક સિવાઈ કોઈ સંગઠન નથી વેરવિખેર અવસ્થાને કારણે એ લોકોનો કોઈ સંગઠિત અવાજ આવતો નથી. પરિણામે કંઈ નક્કર પરિણામ આવતું નથી. આવું પરિણામ આવે તો તે માટે થોડી રાહ જોવી પડશે.

દરમ્યાન ખળભળાટ વ્યાપી ગયો છે. એક વાત એવી આવી છે કે, કેટલા સિંહો અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરથી ગૂમ થયા છે. જો કે સિંહોની સંખ્યા ૧૮ હોવાનું કહે છે. અમરેલીના રાજુલા અને ઝાફરાબાદ તાલુકા ઉપરાંત ગીર સોમનાથના ઉના કોડીનાર તાલુકા અને ભાવનગરના મહુવા તાલુકામાંથી ૧૮ સિંહ ગૂમ થયા છે. એક તરફ ગૂમ થયેલા પ્રાણીઓ અંગે શંકા હતી તો બીજી તરફ ૬૭૪ સિંહોની વિસ્તૃત સર્વે કરવાનું બાકી છે.

વાવાઝોડાએ મોટાભાગના અધિકારીઓને તપાસના આદેશ અપાઇ ગયા છે. ભૂતકાળમાં પૂર દરમ્યાન ૧૪ જેટલા સિંહ મૃત્યુ પામ્યા હતાં. આવી કુદરતી આફત કેમ આવી એ અધિકારીઓને સમજાતું નથી. ભાવનગર, પાલીતાણા રેંજના ક્ષેત્રુંજી કાંઠે વસવાટ કરતા અધિકારીઓને આ બાબતની જાણ નથી જો કે આપણે ત્યાં અધિકારીઓ મોટેભાગે કંઈ જાણતા નથી હોતા.

દરમ્યાન વીજપુરવઠો શરૂ કરવા અપુરતી વ્યવસ્થા અને પૂરતા સાધનો વગર કર્મચારીઓને ગામડામાં મોકલી દેવાતા એ લોકોમાં કચવાટ જાગ્યો છે. આ અંગે ઉર્જા સંકલન સમિતિએ પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.ને પત્ર પાઠવ્યો છે. કારણ કે, વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગામડાનાં મોટા ભાગના થાંભલા ટ્રાન્સફોર્મર તથા લાઈનોને ભારે મોટું નૂકશાન પહોંચાડયું છે. કર્મચારીઓ રાત દિવસ એક કરી કામ કરી રહ્યાં છે.

પણ કર્મચારીઓને કોઈ સગવડ અપાઈ નથી. ૬૦૦ જેટલા એપ્રેન્ટીસ ને કોઈ જાતના માલસામાન કે સાધનો વગર કે જમવા અને પાણી વ્યવસ્થા વગર એમને એમ મોકલી દેવાયા છે. કાયદેસર રીતે એપ્રેન્ટીસ પણ તાલીમાર્થી છે. એ લોકો પાસેથી કામ લેવામાં અકસ્માત થાય કોની જવાબદારી? એ જ રીતે એ લોકો બીમાર પડે તો શું થાય આમ જવાબદારી ગોઠવ્યા વિના કામ સોંપી દેવાયા છે. આમ કામનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે.

તોકતે વાવાઝોડું અને વરસાદને કારણે રાજયમાં ત્રીસ લાખ ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. ગુજરાતમાં પાંચ ઈંચ કરતાં વધારે વરસાદ પડી શકયો નથી. પણ નુકશાન મોટુ થયું છે. અત્યારે મીઠાની સીઝન ચાલી રહી છે.

Gujarat