For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી પવિત્ર રહી છે ખરી ? .

Updated: Feb 26th, 2022

Article Content Image

- વિચાર વિહાર-યાસીન દલાલ

- ચૂંટણીના રાજકારણમાં નેતાઓની ભાષા અને વર્તણુંક ચિંતાકારક છે. વિપક્ષો અત્યારે ત્રીજો મોરચો રચવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં રાષ્ટ્રનું ભવિષ્ય શું હોય

સિંગાપુરએ આપણી પડોશમાં દક્ષિણ પૂર્વમાં આવેલો એક દેશ છે. એની સાંસદનો એક અહેવાલ અચંબા જનક છે. ત્યાંના વડાપ્રધાને કહ્યું હતું કે, આપણા દેશમાં અને આપણી લોકસભામાં ૫૦% અપરાધીઓ છે. નહેરૂ પછી સ્થિતિ કેવી બગડી છે. તેનો એમણે ઉલ્લેખ કર્યો આપણે દિલ્હીમાં એના એલચીને બોલાવ્યા અને વિરોધ વ્યક્ત કર્યો આ ટિકા બિનજરૂરી અને અનાવશ્યક છે એમ જણાવ્યું. આંતરરાષ્ટ્રિય રીતે આ એક સીરસ્તો છે. આપણે વિરોધ નોંધાવ્યો તે આ સીરસ્તા મુજબ થયું. જે મુજબ આપણે જણાવ્યું કે આ આપણા આંતરિક મામલામાં દખલ છે. જે ચલાવી શકાશે નહીં. ત્યાંની સંસદમાં વિશેષાઅધિકાર સમિતિના રીપોર્ટ ઉપરની ચર્ચા દરમ્યાન આ ટીકા થઈ હતી. ભારત ઉપરાંત ઈઝરાઈલ અને યુ.કે.ના વડાપ્રધાને સત્તાવાર નિવાસસ્થાને પાર્ટી યોજી હતી. એમાં આ ટીકા થઈ. દરેક દેશમાં નૈતિક સ્તર નીચે જાય છે. એ મુદ્દો હતો. ડિપ્લોમેટિક સ્તર ઉપર આપણે જાણિએ તેમ આ વિરોધ સાચો છે. પણ શિષ્ટાચાર મુજબ આપણે વિરોધ કર્યો આપણી સંસદમાં અત્યારે ભ્રષ્ટાચારીઓ પણ ચૂંટાયેલા છે. જો કે આવું વ્યક્તિગત રીતે આપણે ત્યાં નથી બન્યું. પણ વિશ્વભરમાં બન્યુ ંછે. 

અને લોકશાહીના ભવિષ્યની આ ચર્ચા હતી. ચૂંટણીના રાજકારણમાં નેતાઓની ભાષા અને વર્તણુંક ચિંતાકારક છે. એ હકીકત છે. અને આ વાત ચિંતાજનક છે. આપણે ત્યાં રાષ્ટ્રિય એકતા ખતરામાં છે. પ્રદેશવાદ, જ્ઞાાતિવાદ અને કોમવાદ માથું ઉંચકી રહ્યાં છે. પ્રદેશવાદ  બધે દેખાય છે. અસ્મિતા કયાંય દેખાતી નથી. અલગતાવાદ બધે દેખાય છે. અત્યાર સુધી કાશ્મીરમાં આ દૂષણો દેખાતા હતાં. વરસો પહેલાં કાશ્મીરમાં ખાલીસ્તાન વાદીઓએ ઉપાડો લીધો હતો. આવી જ ટિપ્પણી થોડા સમય પહેલાં કેનેડાના વડાપ્રધાને પણ કરી હતી. અલગતાવાદ કોઈ દેશમાં કોઈને સ્વીકાર્ય ન હોય. પંજાબમાં મુખ્ય પ્રધાન ચન્ની છે. ઉત્તર પ્રદેશમાં યોગી છે. મુખ્યપ્રધાન કોણ થશે એની જાહેરાતમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે એ યુ.પી.નો કોઈ ભૈયો નહી હોય. એનો ઈશારો કેજરીવાલ સામે હતો. પણ આવી ટીપ્પણી કોઈ રાજકારણમાં કરે એ ખરાબ કહેવાય. પ્રિયંકા ગાંધીને આવા જાહેરાતથી સમર્થન મળ્યું. પણ આવી જાહેરાત ગણીને બેજવાબદાર ભરેલી લાગી. આ ઉપરાંત આ વખતની ચૂંટણીમાં પાકિસ્તાનનો ઉલ્લેખ પણ વારંવાર થાય છે. ઉપરાંત કેજરીવાલ વિષે કુમારવિશ્વાસે જે કહ્યું છે તે પણ સનસનાટી ભર્યું હતું. 

એમણે કહ્યું કે કેજરીવાલ ખાલીસ્તાન સાથેનો સબંધ બતાવે તો રાહત થાય. નવજયોત સિધ્ધુ પાકિસ્તાન જઈને ત્યાંના સૈન્યના વડાને ભેટયા હતાં. કેજરીવાલે એકવાર કહી દીધું હતું કે હું અરાજકતાવાદી છું. આ ઉચ્ચારણો વાતાવરણને કલૂષિત બનાવે છે. 

મુસ્લિમ કન્યાઓના હિઝાબનો મુદ્દો પણ ચૂંટણી વખતે ચગ્યો છે. કર્ણાટકમાં આ મુદ્દો ખાસ સનસનાટી ફેલાવી છે. કર્ણાટક સરકારે હિઝાબને ફરજીયાત બનાવી છે. આ મુદ્દો કર્ણાટક ઉપરાંત બીજા રાજયોમાં પણ ફેલાયો છે. મધ્યપ્રદેશમાં એક મુસ્લિમ નેતાએ ભારે જોશથી ભાષણ આપ્યું હતું. ઔવૈશી એ કહ્યું હતું કે, હિઝાબવાળી ઔરત હવે મુખ્ય પ્રધાનની જગ્યા  ભવિષ્યમાં લઈ શકે.

પંજાબમાં થોડા વખત પહેલાં જોરથી ચાલેલા કિસાન આંદોલન પણ એક મુદ્દો બન્યો છે. આ મુદ્દો મોદીસરકાર માટે શરમ જનક છે. ચૂંટણીનો મુદ્દો એ પણ બન્યો છે. જો કે ચૂંટણીમાં બધા પક્ષો મફતની હરિફાઈમાં ઉતર્યા છે. કોઈ મફત વિજળી આપવાની વાત કરે છે. તો કોઈ મફત પાણી આપવાની વાત કરે છે. તો વળી કોઈ મફત લેપટોપ આપવાની વાત કરે પણ કોઈ એમ કહેતું નથી કે અમે જે વચન આપીએ છીએ તે વસ્તું ઝાડ ઉપર ઉગશે અથવા આકાશમાંથી ટપકશે. આ વાત પરિકથા જેવી લાગે છે.

ચૂંટણી પ્રચારમાં સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહ ફસાઈ ગયા હતાં. ઉત્તર પ્રદેશમાં બેરોજગારી સખત છે. આ વાતનો ઉલ્લેખ કરતાં રાજનાથસિંહ ફસાણા. એમણે યુવાનોના રોષનો ભોગ બનવું પડયું. ગોંડામાં તેણે એક રેલીને સંબોધી રહ્યાં હતાં ત્યારે યુવાનોએ સેનાની ભરતી ચાલું કરાવાના નારા લગાવ્યા. આ નારા બુલંદ થતા તેમણે પોતાનું ભાષણ અધવચ્ચે છોડવું પડત. એમણે બુધ્ધિ વાપરીને સેનામાં ભરતી થશે એમ કહ્યું. અને સંભળાવ્યું કે તમારી વાત સાચી છે. કોરોનાના કારણે મુશ્કેલી પડી હતી. પણ તમારી ચિંતા સાચી છે. બહુજલ્દી એનામાં ભરતી શરૂ થશે એ પછી એમણે ભારતમાતાકી જયના નારા લગાવડાવ્યા. એ પછી વાતાવરણ શાંત થયું. પણ મોદી કહેતા હતા કે અમે બે રોજગારી નાબુદ કરી દીધી છે. યોગી પણ આમજ કહેતાં હતાં. એમણે કહેલું કે યુ.પી.માં પાંચ વરસમાં ત્રણ કરોડ નોકરીઓ ઉભી થશે.

વિપક્ષો અત્યારે ત્રીજો મોરચો રચવાની તૈયારીમાં છે. શ્રીમતિ મમતા બેનર્જીએ ભાજપને બંગાળમાં પછડાટ આપી દીધી છે. પોતાની મહત્વકાંક્ષા સંતોષવા તેમણે કોંગ્રેસ સહિતના મોરચા રચવાનો પ્રયાસ કર્યો પણ નેતૃત્વ મુદ્દે ખટરાગ થવાથી વાત બની નહીં. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખરરાવ મમતાના અભિયાનમાં જોડાઈ ગયા. પણ એમનો મોરચો બહુ જામતો નથી. કોઈને કોઈ અવરોધ આવ્યા કરે છે. શિવસેના કહે છે કે અમારૂ હિંન્દુત્વ બદલો લેવાની ભાવનામાં માનતું નથી.

આ બાજું સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ ચૂંટણી જીતવા પોતાના પિતા મુલાયમના શરણે ગયા છે. યુ.પી.માં ત્રીજા તબક્કાનું મતદાન રવિવારે પુરૂ થયું. પંજાબમાં એક જ તબક્કે ૧૧૭ બેઠકોનું મતદાન પુરૂં થયું ૬૩% જેટલુ પ્રમાણ હતું. યુ.પી.માં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ત્રીજા તબક્કાનું મતદાન કર્યું જે ૬૦% જેટલું હતું. મોદીએ અખિલેશ યાદવ ઉપર પિતા ઉપર અત્યાચાર ગુજારવાનો આરોપ લગાડયો અને કહ્યું કે જે પિતાનું પુત્ર અખિલેશે સત્તા માટે અપમાન કર્યું તે હવે મુલાયમસિંહ ઉપર રેલીઓ કરી રહ્યાં છે. એમને શરમ નથી આવતી. ઉન્નાવમાં રેલીને સંબોધતાં મોદીએ અમદાવાદનાં ધડાકાને યાદ કર્યા હતાં અને સમાજવાદી પાર્ટીને આંતકવાદીઓ સાથે નરમ વલણ રાખવાનો આરોપ લગાવ્યો હતો. અને ચૂંટણીપંચને લેખિત ફરિયાદ કરી હતી. અને કહ્યું હતું કે, અખિલેશ યાદવ અમર્યાદિત ભાષા વાપરીને આચાર સંહિતાનો ભંગ કરે છે. અખિલેશે મિડિયા સમક્ષ ભાષણ પણ આપ્યું હતું. મહિલા મેયરે મતદાન કરતી વખતે એ ફોટો લીધો હતો. અને તેને શોશિયલ મિડીયા ઉપર શેર કર્યો હતો. જિલ્લા અધિકારીએ તેમની સામે ફરિયાદનો આદેશ આપ્યો હતો. આ મેયરે અગાઉ રિવોલ્વર રાખવાને કારણે ચર્ચામાં આવ્યા હતાં. તેઓ ભાજપમાં મહિલા મોરચામાં જિલ્લા અધ્યક્ષ રહી ચૂકયા છે. સાડી પહેરે છે અને સાથે રિવોલ્વર પણ રાખે છે. તેથી તેમને લોકો રિવોલ્વર દીદી કહે છે. 

ફિલ્મ અભિનેત્રી માહી ગીલની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. બીજી એક ફરિયાદમાં ભાજપના ઉમેદવાર રાણા ગુરમિતસિંહના પુત્ર અનુમિતસિંહનો પણ સમાવેશ થાય છે. ચર્ચાસ્પદ ઉમેદવારોમાં અભિનેતા સોનુસૂદના બહેન મોગા બેઠક ઉપર ચૂંટણી લડે છે. જો કે તેઓને અટકાવવામાં આવ્યા હતાં.

મુંબઈ આવેલા તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે પત્રકાર પરિષદ સંબોધી હતી. એમણે કહ્યું હતું કે, અમારૂં હિન્દુત્વ વેરઝેરવાળું નથી. કેટલાક લોકો દેશની કિંમતના ભોગે માત્ર પોતાના એજંડા માટે કામ કરે છે. ભાજપનું એમણે નામ આપ્યું હતું ઉધ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અત્યારે આપણે દેશને સાચા રસ્તે લઈ જવાનું છે. મુખ્યપ્રધાન ઘણીવાર વડાપ્રધાન બની જાય છે.

 આ સંજોગોમાં રાષ્ટ્રનું ભવિષ્ય શું હોય. અત્યારે પહેલ કરવાની જરૂર છે. લાંબા સમયથી અમે મળવાના હતાં હવે એ દિવસ આવી ગયો છે. રાષ્ટ્રિય એજન્સીનો દુરૂપયોગ થયો છે અમે એને અટકાવશું. અમે એની ચર્ચા કરીએ છીએ. એન.સી.પી.ના વડા શરદ પવારને પણ નેતાઓ મળ્યા હતાં. રાવે કહ્યું હતું કે શરદ પવાર અનુભવિ નેતા છે. સમાન વિચાર ધારા ધરાવે છે. તેઓને ભાજપ વિરૂધ્ધ મોરચામાં સામેલ કર્યા છે. વિપક્ષનું નેતૃત્વ શરદ પવારે કરવાનું છે. દેશના બિન ભાજપ પક્ષો અને બિનભાજપ શાસિત રાજયોના મુખ્ય પ્રધાનોની બેઠક ટૂંક સમયમાં બારામતીમાં યોજાશે. જયાં મુખ્ય પ્રધાનો એકઠા થઈને ચર્ચા કરશે અને ભવિષ્યનો કાર્યક્રમ પણ વિચારશે આવું હાલ પુરતું નક્કી થયું છે.

Gujarat