Vav - Tharad

વાવ-થરાદ: 2 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવતા મહિલાનું મોત, સ્થાનિકોએ 1 માસૂમને બચાવ્યો, 2 વર્ષની બાળકી ગુમ

By GS Team
24 Nov 20261 min read
TukuTouch Logo
વાવ-થરાદના ટડાવ ગામની એક મહિલાએ થરાદ દૂધ શીત કેન્દ્ર નજીક નર્મદા કેનાલમાં તેના 2 બાળકો સાથે ઝંપલાવ્યું. સ્થાનિકોએ એક બાળકને બચાવ્યું, જ્યારે મહિલાનો મૃતદેહ મળ્યો. 2 વર્ષની બાળકી ગુમ થઈ હોવાની આશંકા છે અને તેની શોધખોળ ચાલુ છે. આ ઘટનાથી પંથકમાં શોક છવાયો છે, અને મહિલાના આ પગલા પાછળનું કારણ અકબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ-થરાદ: 2 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવતા મહિલાનું મોત, સ્થાનિકોએ 1 માસૂમને બચાવ્યો, 2 વર્ષની બાળકી ગુમ

Vav Tharad Woman Jumps Into Narmada Canal With 2 Children: વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ટડાવ ગામની એક મહિલાએ પોતાના બે માસૂમ બાળકો સાથે નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવતાં ચકચાર મચી છે. થરાદ દૂધ શીત કેન્દ્ર નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં મહિલાએ બે બાળકો સાથે છલાંગ લગાવી દીધી હતી.

2 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવતા મહિલાનું મોત

ઘટના નજરે પડતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની સમયસૂચકતાથી એક બાળકને હેમખેમ બચાવી લેવામાં આવ્યું હતું. જ્યારે કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

2 વર્ષની માસૂમ બાળકી કેનાલમાં ગરકાવ થયાની આશંકા

જો કે, સાથે રહેલી બે વર્ષની માસૂમ બાળકી કેનાલમાં ગરકાવ થઈ હોવાની આશંકાને પગલે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, મહિલાએ પોતાના બે નાના બાળકો સાથે આવું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ અકબંધ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી વ્યાપી છે.