VIDEO: થરાદમાં જાહેરમાં તોડફોડ અને આતંક મચાવનાર 4 અસામાજિક તત્ત્વોની ધરપકડ, અંગત અદાવતમાં સીનસપાટા કર્યા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tharad Viral Video: વાવ-થરાદ પંથકમાં અસામાજિક તત્ત્વો દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડી આતંક મચાવવાની ઘટના સામે આવી છે. થરાદ પંથકમાં અંગત અદાવતમાં થરાદમાં થાર અને સ્વીફ્ટ ગાડી લઈને આવેલા ઈસમોએ બાઈક સવાર પર હુમલો કર્યો હતો અને બાઈક સહિત વાહનમાં તોડફોડ મચાવી હતી. આ અસામાજિક તત્ત્વો કોણ છે અને તેમને કોણ છાવરી રહ્યું છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. વાઈરલ વીડિયોના આધારે તોડફોડ અને કાયદાના ભંગ અંગે થરાદ પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોને આધારે કાર્યવાહી
ગત તારીખ 05 ઓકટોબર 2026ના રોજ રાત્રિના આશરે 10:00 વાગ્યા આસપાસ બનેલ આ ઘટના સંદર્ભે ફરિયાદી દ્વારા આપવામાં આવેલ માહિતી તેમજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોને ધ્યાને રાખી થરાદ પોલીસ અને LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાઈરલ વીડિયોમાં આરોપી શાહરૂખ ઉર્ફે બબો રહેમાન ઘાંચી તથા તેના અન્ય સાથીદારોએ મળીને સાહેદ તેમજ ફરિયાદીના બાઇકને આડેધડ નુકસાન પહોંચાડી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ભંગ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ટીમે લુખ્ખા તત્ત્વોને ઝડપી પાડી રાઉન્ડ-અપ કર્યા છે.

રીઢા ગુનેગારો છે આરોપીઓ
પોલીસ તપાસ દરમિયાન શરૂઆતમાં બનાવમાં સામેલ 3 આરોપીઓને રાઉન્ડ-અપ કરવામાં આવ્યા હતા, જ્યારે આગળની તપાસ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા પ્રતીક ઉર્ફે પોલો પારેગીની પણ અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી શાહરૂખ ઉર્ફે બબો રહેમાન ઘાંચી સામે અગાઉ 2 ગુના નોંધાયેલા છે, જ્યારે ચમન વજીર સામે અગાઉ અલગ-અલગ 8 ગુના રજિસ્ટર થયેલા છે. તમામ આરોપીઓ સામે 'ભારતીય ન્યાય સંહિતા' (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




