Valsad

વાપી મહાનગરપાલિકાએ એક જ દિવસમાં રોડ પર રખડતા 23 પશુઓ પકડયા

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
વાપી મહાનગરપાલિકાએ રખડતા પશુઓના ત્રાસ સામે અભિયાન હાથ ધર્યું છે. એક જ દિવસમાં શહેરમાંથી 23 પશુઓને પકડી પાડી રાતા પાંજરાપોળને સોંપાયા છે. રોડ પર પશુઓના કારણે ટ્રાફિક અને અકસ્માતો વધી રહ્યા હતા. મનપા હવે બેદરકાર પશુપાલકો સામે પણ કડક કાર્યવાહી કરશે. આ કાર્યવાહીથી વાહનચાલકોને મોટી રાહત મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપી મહાનગરપાલિકાએ એક જ દિવસમાં રોડ પર રખડતા 23 પશુઓ પકડયા

Vapi: વાપી મહાનગરપાલિકાએ રોડ પર રખડતા પશુઓને પકડવા હાથ ધરેલા અભિયાનમાં એક જ દિવસમાં ૨૩ પશુઓને પકડી પાડયા હતા. મનપાએ વાપી રાતા પાંજરાપોળને વધુ સારસંભાળ માટે પશુઓનો કબજો સોંપ્યો છે. મનપા દ્વારા બેદરકારી દાખનારા પશુઓ માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

વાપી મનપા હદ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રોડ પર રખડતા પશુઓના ત્રાસને કારણે આવાગમન કરતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલુંજ નહી પણ પશુઓ રોડની વચ્ચોવચ્ચ અડિંગો જમાવી દેતા ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય છે. રોડ પર રખડતા પશુઓને કારણે સમયાંતર અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. જેમા વાહનચાલક અને પશુઓને ઇજા થયાના કિસ્સા બહાર આવ્યા છે. રખડતા પશુઓના ત્રાસ અંગે મનપાને ફરિયાદ પણ કરાઇ હતી. સફાળા જાગેલા તંત્રએ રોડ પર રખડતા પશુઓને પકડવા અભિયાન હાથ ધર્યુ છે.

મનપાની જુદી જુદી ટીમે મનપા હદ વિસ્તારમાં હાથ ધરેલા અભિયાનમાં એક જ દિવસમાં જુદા જુદા સ્થળેથી ૨૩ પશુઓને પકડી પાડયા હતા. મનપાએ પશુઓની વધુ સારસંભાળ માટે વાપી રાતા પાંજરાપોળને કબજો સોંપ્યો છે. મનપા દ્વારા બેદરકારી દાખવનારા પશુઓ માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.