For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PMJAY-MA યોજના હેઠળ 10 લાખ સુધીની મફત સારવાર

Updated: Dec 22nd, 2022


- ગુજરાતના લાખો લોકોને રાહત મળે તેવી

- દેવભૂમિ દ્વારકા કોરિડોરમાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા સંકલ્પપત્રના મુદ્દાઓ ૧૦૦ દિવસના લક્ષ્યાંક નિર્ધારિત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જે અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા (PMJAY-MA) યોજના હેઠળ પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને ૧૦ લાખ કરવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે.  જે અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવાશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી 

ષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં થયેલીચર્ચા અને અગત્યના ભાવિ આયોજન વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત)નો બમણો લાભ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ રૂ. પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે.

'મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ'(MMFDS)

મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ અંતર્ગત આથક સંકડામણ અનુભવતા  રાજ્યના પ્રત્યેક નાગરિકોને આ સ્કીમ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને સરકાર માન્ય લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન સેવાઓ આપવામાં આવે તે માટેની યોજનાનો સત્વરે પ્રારંભ કરવામાં આવનાર છે.

દેવભૂમિ દ્વારકા કોરિડોર

દેવભૂમિ દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તો માટે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે.  જે અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, ૩ઘ ઇમસવ અર્થાત (કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ) શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરીને ૭મી સપ્ટેમ્બર ૨૦૨૩ની જનમાષ્ટમી પહેલા ફેઝ-૧ કાર્યનું ભૂમિ પૂજન કરવાના લક્ષ્ય સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે.  તે માટેનું સુનિયોજીત વ્યવસ્થાપન તૈયાર કરવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સિનિયર સચિવોના એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવનાર છે.

ફેમીલી કાર્ડ યોજના

રાજ્યના નાગરિકોને મળતા સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ ફેમિલી કાર્ડ યોજનાના નવતર અભિગમ દ્વારા મળે તે માટેનું સુદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે. 

લોક સંપર્ક પહેલ દ્વારા ફરિયાદ નિવારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૩માં રાજ્યના નાગરિકોની ફરિયાદો, રજૂઆતોના ટેકલોનોલોજીના માધ્યમથી સંવાદ તથા માર્ગદર્શન દ્વારા નિવારણને આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી (SWAGAT) કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેના માધ્યમથી રાજ્યના છેવાડાના માણસોની નાની-નાની સમસ્યાઓનું, વ્યક્તિલક્ષી- સામુહિકલક્ષી રજૂઆતોનું સ્થળ ઉપર નિવારણ કરવાના હેતુથી 'સેવા સેત' અને 'પ્રગતિ સેત' કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યો છે. 

Gujarat