Get The App

શાહપુર બ્રિજ ઉપર ટ્રકનું ટાયર ફાટતાં આગ લાગી

Updated: May 31st, 2020

GS TEAM

Google News
Google News
શાહપુર બ્રિજ ઉપર ટ્રકનું ટાયર ફાટતાં આગ લાગી 1 - image


ગાંધીનગર, તા.30 મે 2020, શનિવાર

ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણ શાહપુર હાઈવે ઉપર આજે સવારના સમયે પસાર થતી ટ્રકમાં આગળના ભાગે ટાયર ફુટયા બાદ તે ડીવાઈડર સાથે અથડાઈગઈ હતી અને ત્યારબાદ તેમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ગરમીનું પ્રમાણ વધતાંની સાથે આગ અકસ્માતના બનાવો પણ વધી રહયા છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણ શાહપુર પાસે સાબરમતી નદીના બ્રિજ ઉપરથી આજે સવારે ટ્રક નં. જીજે-૦૧-ડીવી-૩૯૩૫ ખોડીયાર કન્ટેનર ડેપોમાંથી માલ સામાન ભરીને હિંમતનગર તરફ જઈ રહયો હતો. દરમ્યાનમાં શાહપુર પુલ ઉપર ટ્રકનું આગળનું ટાયર ફાટતાં ટ્રક પુલના ડીવાઈડર સાથે અથડાયું હતું અને તેમાં આગ લાગી હતી. જેના પગલે ત્યાંથી પસાર થતાં લોકોએ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

Tags :