Get The App

વધુ 23 કેસઃગાંધીનગરમાં કોરોના 400ને પાર

Updated: Jun 7th, 2020

GS TEAM

Google News
Google News
વધુ 23 કેસઃગાંધીનગરમાં કોરોના 400ને પાર 1 - image


ગાંધીનગર,તા.06 જૂન 2020, શનિવાર

ગુજરાત રાજ્યાના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો પ્રથમ કેસ 19 માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારબાદ પ્રથમ 100 પોઝિટિવ દર્દીઓ 51 દિવસે થયાં હતાં. ત્યારબાદ લોકડાઉન -3 અને છુટછાટવાળા લોકડાઉન 4 માં ગાંધીનગરમાં કોરોનાના કેસ દિવસે અને દિવસે ચિંતાજનક રીતે વધ્યાં હતાં. છેલ્લા ચાર દિવસથી ગાંધીનગરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો 20 થી વધારે રહે છે ત્યારે આજે પણ ગાંધીનગર શહેરમાં 10 સહિત કુલ 23 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

જેને લઇને ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં જ નવા 100 દર્દીઓનો ઉમેરો થયો છે ત્યારે આજે ગાંધીનગર તાલુકામાંથી 58 વર્ષિય પુરુષનું મોત પણ નિપજ્યું છે. આ સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ 16 દર્દીઓના મોત પણ નિપજ્યાં છે. 

પાટનગરમાં 24 કલાકમાં વધુ 10 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

ગાંધીનગર શહેરમાં ગઇકાલ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 131 પહોંચ્યો હતો. ત્યારે આજે વધુ દસ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે સેકટર-3/ડીમાં રહેતો 29 વર્ષિય પુરુષ કોરોનાથી સંક્રમિત થયો છે. આ યુવાન સેક્ટર-25ની જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સેક્ટર-20માં રહેતો 37 વર્ષિય યુવાન કે જે કરીયાણાનો વેપાર કરે છે તે પણ કોરોનાથી સંક્રમિત થયો છે. 

જેને કોર્પોરેશન સુપર સ્પ્રેડર ગણી રહી છે. સેક્ટર-19માં રહેતાં પ0 વર્ષિય પુરુષ પણ કોરોનામાં સપડાયાં છે. મળતી માહિતી પ્રમાણે આ પોઝિટિવ પુરુષ પ્રાઇવેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. જ્યારે ગોકુળપુરામાં રહેતી છુટક મંજુરી કામ કરતાં 52 વર્ષિય આધેડને છેલ્લા બે દિવસથી તાવ અને કફની તકલીફ થવાના પગલે ગઇકાલે તેનો ટેસ્ટ કરાવ્યો હતો. તે આજે પોઝિટિવ આવ્યો છે.

આવી જ રીતે રીતે વિસ્થાપિતોના છાપરામાં રહેતી 20 વર્ષિય યુવતિ પણ મંજુરી કામ કરે છે. જેને પણ ગઇકાલે ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. તો સેક્ટર-16માં રહેતા અને સેક્ટર-15ની કોલેજમાં એનસીસી વિભાગમાં ફરજ બજાવતાં 39 વર્ષિય યુવાન પણ કોરોનાના ઝપેટમાં આવી ગયાં છે. જ્યારે સેક્ટર-7 એમાં રહેતી 60 વર્ષિય વૃદ્ધાને નિમોનિયા હોવાથી તેણીને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

જ્યાં તેમનો ટેસ્ટ કરાવતાં તે આજે પોઝિટિવ આવ્યો છે. સેક્ટર-6/બીમાં રહેતા અને અમદાવાદ નરોડા ખાતેના એસટી વર્કશોપમાં ફરજ બજાવતા 57 વર્ષિય પુરુષનો રીપોર્ટ અમદાવાદની હોસ્પિટલમાં કરાવ્યો હતો. જે કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

જ્યારે ગાંધીનગર સિવિલમાં દાખલ ધોળાકુવાની 27 વર્ષિય સગર્ભાનો ગઇકાલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગાંધીનગર સિવિલમાં કેમ્સમાં આવેલા જ ટાઇપમાં રહેતો 38 વર્ષિય પુરુષ પણ સંક્રમિત થયો છે. આ યુવાન સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવા મળી રહ્યું છે.

ક્રમ

ઉંમર

પુરુષ/સ્ત્રી

વિસ્તાર

1

29

પુરૂષ

સે-3/ડી

2

37

પુરુષ

છ ટાઇપ,સે-20

3

50

પુરુષ

એશ્વર્યા એપાર્ટ. સેક્ટર-19

4

52

પુરુષ

ગોકુલપુરા છાપરા

5

20

સ્ત્રી

વિસ્થાપિત છાપરા

6

38

પુરુષ

જ-ટાઇપ,સે-12 સિવિલ કેમ્પસ

7

39

પુરુષ

સેક્ટર-16

8

60

સ્ત્રી

સેક્ટર-7/એ

9

57

પુરુષ

સે-6/બી

10

27

સ્ત્રી

ધોળાકુવા


ચિલોડાના આધેડનું મોત

ગાંધીનગર શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે ત્યારે ગઈકાલ સુધી 1પ વ્યક્તિઓના મોત નીપજયા હતા. જ્યારે આજે મોટા ચિલોડામાં રહેતા 57 વર્ષીય આધેડનું મૃત્યુ સરકારી ચોપડે નોંધાયું છે. આ આધેડને હૃદયની બિમારી હતી અને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગઈકાલે તેનું મૃત્યુ થયું હતું. જેના મૃતદેહ સોંપવામાં પણ સિવિલ તંત્રની બેદરકારી સામે આવી હતી. 

માણસાના આજોલમાંથી પણ એક કેસ સામે આવ્યો

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા આજોલ ગામમાંથી એક પોઝિટિવ કેસ સામે આવી રહયો છે. જો કે સ્થાનિક સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદ રહેતા અને હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા 57 વર્ષીય આધેડનો ભાઈ આજોલમાં રહે છે જેથી તેમણે ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે અહીંનું એડ્રેસ લખાવ્યું છે. આ આધેડ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તેમના સંપર્કના ત્રણ વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરાયા છે.

108ના ડ્રાઈવર સહિત કલોલમાં ત્રણ પોઝિટિવ

કલોલના વેડામાં રહેતો 35 વર્ષીય યુવાન 108માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે ત્યારે આ કોરોના વોરિયર્સ કોરોનામાં પટકાયો છે. આ ઉપરાંત કલોલના વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય આધેડ પણ પોઝિટિવ આવ્યા છે જેમના સંપર્કના બે વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરાયા છે જ્યારે મદીના પાર્કમાં રહેતી 42 વર્ષીય મહિલાને તાવ આવતાં રીપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. આમ કલોલમાંથી ત્રણ પોઝિટિવ દર્દીઓ આજે મળી આવ્યા છે. 

નરોડામાં રહેતો દહેગામના સામેત્રીનો યુવાન સંક્રમિત

દહેગામ તાલુકાના સામેત્રી ગામનો યુવાન છેલ્લા છ મહિનાથી નરોડામાં રહેતો હતો. છેલ્લા ચાર દિવસથી તાવ, કફ સહિતની તકલીફ હોવાના કારણે આ 30 વર્ષીય યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં તેનો કોવિડ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું.

જે આજે પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક સુત્રોના કહેવા પ્રમાણે આ યુવાન છેલ્લા ઘણા સમયથી સામેત્રી આવ્યો નથી. જેથી આ દર્દી અમદાવાદમાં ગણવામાં આવ્યો છે. 

વલાદના કાકી-ભત્રીજા સહિત ગાંધીનગર ગ્રામ્યમાં આઠ કેસ

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ 235 દર્દીઓ નોંધાયાં છે. જેમાં સૌથી વધારે કેસ ગાંધીનગર તાલુકામાંથી આવ્યા છે. આજે ગાંધીનગર તાલુકામાં વધુ આઠ કેસ નોંધાયાં છે. 

આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર તાલુકાના વલાદમાં રહેતાં આધેડ અગાઉ કોરોનામાં સપડાયાં હતાં. ત્યારે તેમની 53 વર્ષિય પત્નિ સહિત ઘરના સભ્યોને  કવોરેન્ટાઇનમાં રાખવામાં આવી હતાં. જેમના ટેસ્ટ કરાતાં 53 વર્ષિય મહિલા જ્યારે તેમનો ભત્રીજો 36 વર્ષિય યુવાન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પોર ગામમાં રહેતા અને ચાંગોદર ખાતે આવેલી ઇન્ટાસ કંપનીમાં નોકરી કરતો 45 વર્ષિય પુરુષ કોરોનામાં સપડાયો છે. જેના સંપર્કમાં આવેલા નવ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે નવાપુરામાં રહેતી 24 વર્ષિય મહિલા સગર્ભા છે.

જે એક મહિનાથી તેના પિયર ધોળાકુવા ગઇ હતી. સગર્ભા હોવાના કારણે તબીબોએ ગઇકાલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. કોલવડામાં રહેતાં 62 વર્ષિય વૃધ્ધા પણ કોરોનામાં સપડાયાં છે. બે દિવસ પહેલાં ઉબકાની તકલીફ થતાં તેમને ગાંધીનગરના ફિઝિશીયનને બતાવ્યું હતું.

તેમને ટેસ્ટ કરવાની સલાહ આપતા ગઇકાલે ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ પોઝિટિવ વૃદ્ધાના સંપર્કમાં આવેલા આઠ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કર્યા છે. રૂપાલનો યુવાન સંક્રમિત થયો છે.

સેક્ટર-25 જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતાં યુવાનને શારિરીક તકલીફ થતાં કલોલમાં ડોક્ટરને બતાવ્યું હતું. જ્યાંથી તેમને ગઇકાલે આ યુવાનને ગાંધીનગર સિવિલમાં ખસેડયો હતો. જ્યાં કોવિડ ટેસ્ટ કરવામાં આવતાં આ 26 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. દર્દીના સંપર્કમાં આવેલા નવ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાયસણની વૃંદાવન હોમ સોસાયટીમાંથી પણ 28 વર્ષિય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે ચિલોડામાં રહેતો 40 વર્ષિય પુરુષનો ગઇકાલે કોરોના ટેસ્ટ કરાવતાં આજે પોઝિટિવ આવ્યો છે. જેમની સારવાર ગાંધીનગર સિવિલમાં ચાલી રહી છે. 

ક્રમ

ઉંમર

પુરુષ/સ્ત્રી

વિસ્તાર

1

30

પુરુષ

રૂપાલ

2

62

સ્ત્રી

કોલવડા

3

45

પુરુષ

રોહિતવાસ,પોર

4

28

પુરુષ

વૃંદાવન હોમ રાયસણ

5

40

પુરુષ

ચિલોડા

6

24

સ્ત્રી

નવાપુરા, ડભોડા

7

53

સ્ત્રી

વલાદ

8

36

પુરુષ

વલાદ

Tags :