Get The App

જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ 1834 ગુનાઃ3808ની અટકાયત

- લોકડાઉનમાં બહાર નીકળેલા લોકોના 37473 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાઃલોકડાઉન-2માં સૌથી વધુ 779 ગુના

Updated: May 19th, 2020

GS TEAM

Google News
Google News
જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ 1834 ગુનાઃ3808ની અટકાયત 1 - image


ગાંધીનગર, તા. 18 મે 2020, સોમવાર

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ગત તા.ર૪ માર્ચથી લોકડાઉન અમલી કરવામાં આવ્યું હતું. જે ત્રણ તબક્કામાં ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. હવે રાજય સરકાર આવતીકાલથી નવા લોકડાઉનની શરતો જાહેર કરશે ત્યારે જિલ્લામાં આ ત્રણ લોકડાઉન દરમ્યાન પોલીસે જાહેરનામાં ભંગ બદલ ૧૮૩૪ ગુના નોંધીને ૩૮૦૮ આરોપીઓની અટકાયત કરી છે તેમજ ૩૭૪૩ જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આવતીકાલથી તા.૩૧ સુધી પણ પોલીસ ડ્રાઈવ ચાલુ જ રાખશે.    

કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગત તા.ર૪ માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગલે ગાંધીનગર જિલ્લામાં પણ આ લોકડાઉનનું કડકપણે પાલન કરાવવા માટે પોલીસે કમર કસી હતી અને જિલ્લામાં પેટ્રોલીંગ કરી બિનજરૂરી બહાર ફરતાં લોકો સામે કાર્યવાહી કરી હતી.

તા.ર૩ માર્ચથી તા.૧૪ એપ્રિલ સુધીના આ પ્રથમ તબક્કાના લોકડાઉન દરમ્યાન પ૯૭ ગુના નોંધી ૧૫૯૮ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારે ૧૬૩૬ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે તા.૧પ એપ્રિલથી તા.૩ મે સુધીના બીજા તબક્કાના લોકડાઉન દરમ્યાન ૭૭૯ ગુના નોંધીને ૧૫૪૬ આરોપીઓની અટકાયત કરીને ૧૦૨૯ વાહનો જપ્ત કર્યા હતા.

જ્યારે તા.૪ મેથી તા.૧૭ મે સુધીના ત્રીજા તબક્કાના લોકડાઉન દરમ્યાન ૪૫૭ ગુના નોંધી ૬૬૪ આરોપીઓની અટકાયત કરી ૧૦૭૮ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આમ આ ત્રણ તબક્કાના લોકડાઉન દરમ્યાન જિલ્લામાં જાહેરનામાં ભંગના કુલ ૧૮૩૪ ગુના નોંધીને ૩૮૦૮ આરોપીઓની અટકાયત કરીને ૩૭૪૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ત્રણ તબક્કાના લોકડાઉન દરમ્યાન જિલ્લા પોલીસે તેનો કડકપણે પાલન થાય તે રીતે કામગીરી કરી છે. હવે તા.૩૧ મે સુધી કેન્દ્ર સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે રાજય સરકારની ગાઈડલાઈન પ્રમાણે પોલીસ હજુ પણ જિલ્લામાં લોકડાઉનના પાલન માટે ખડેપગે રહેશે.

Tags :