Tunkunetach News | Gujarat Samachar
ભાવનગર શહેર-જિલ્લામાં જુગારના 13 બનાવોમાં 53 ઝડપાયા, 7 ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લાના અલગ-અલગ ૯ પોલીસ મથકમાં ગુના નોંધાયા
જુગારીઓ સામે કુલ ૧૩ કેસ નોંધી કુલ રૃ.૨,૦૬,૬૮૦નો મુદ્દામાલ કબજે લઈ પોલીસની કાર્યવાહી ૬૦
ભાવનગર - ભીમ અગિયારસ પર્વ પર ભાવનગર પોલીસે શહેર અને જિલ્લામાં જુગારની બાજીઓ પર રેઈડ કરી કુલ ૫૩ શખ્સને કુલ રૃ.૨,૦૬,૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં છે, જ્યારે ૭ જુગારીઓ ફરાર થયાં છે. પોલીસે તમામ સામે શહેર-જિલ્લાના અલગ-અલગ ૯ પોલીસ મથકમાં જુદાં-જુદાં ૧૩ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભીમ અગિયારસ પર્વ પર જુગારની બાજી માંડીને બેસેલા જુગારીઓ પર પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં બગદાણા પોલીસે ૭ જુગારીઓને કુલ રૃ.૧૦,૪૪૦ના મુદ્દામાલ સાથે, બોરતળાવ પોલીસે ૩ જુગારીઓને રૃ.૩૭૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. ગારિયાધાર પંથકમાં જુગારના ત્રણ બનાવમાં પોલીસે ૧૩ શખ્સને કુલ રૃ.૧,૧૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં છે, જ્યારે ત્રણ ફરાર થયાં હતા. જેસર પોલીસે ચાર જુગારીને રૃ.૫૩૨૦ના મુદ્દામાલ સાથે તથા ખુટવડા પોલીસે જુગારના બે બનાવોમાં સાત શખ્સને કુલ રૃ.૫૬૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુના નોંધ્યો છે. પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથક હેઠળના વિસ્તારમાં જુગારના બે બનાવોમાં પાલિતાણા ગ્રામ્ય પોલીસે ૭ જુગારીને કુલ રૃ.૨૨,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધ્યો છે. તેમજ પાલિતાણા ટાઉન પોલીસે જુગારના એક બનાવમાં પાંચ શખ્સોને કુલ રૃ.૨૫,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતા, જ્યારે રેઈડ દરમિયાન ચાર શખ્સ ફરાર થતાં નવ શખ્સ સામે ગુનો નોંધ્યો છે. તેમજ ઉમરાળા પોલીસે ચાર જુગારીઓને કુલ રૃ.૧૧,૧૬૦ના મુદ્દામાલ સાથે તથા વલ્લભીપુર પોલીસે ત્રણ જુગારીઓને કુલ રૃ.૪૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. આમ, ભાવનગર શહેર અને જિલ્લામાં ભાવનગર પોલીસે કુલ ૧૩ બનાવોમાં ૫૩ જુગારીને કુલ રૃ.૨,૦૬,૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં છે, જ્યારે ૭ શખ્સ ફરાર થયાં છે. તમામ ૬૦ શખ્સ સામે જિલ્લાના ૯ પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.









