Get The App

ઇકો ટુરીઝમ પદમ ડુંગરી ખાતે છ દિવસમાં 57,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી

Updated: Nov 1st, 2022

GS TEAM


Google News
Google News
ઇકો ટુરીઝમ પદમ ડુંગરી ખાતે છ દિવસમાં 57,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી 1 - image

તાપી,તા.1 નવેમ્બર 2022,મંગળવાર

દિવાળીમાં વેકેશનમાં દક્ષિણ ગુજરાત માં ઇકો ટુરિઝમ લોકોના ફરવા માટેના મનપસંદ સ્થળ બન્યા છે. અને તેના કારણે આ ઇકો ટુરિઝમ ની આવક માં પણ વધારો થયો છે. તાપી જિલ્લામાં આવેલ પદમડુંગરી ઇકો ટુરિઝમમાં છ દિવસમાં 57000 જેટલા લોકોએ મુલાકાત લીધી અને છ દિવસની કુલ આવક 12 લાખ જેટલી થઈ હતી.

ઇકો ટુરીઝમ પદમ ડુંગરી ખાતે છ દિવસમાં 57,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી 2 - image

દિવાળીની રજાઓમાં મોટાભાગે લોકો બહારગામ ફરવા જતા હોય છે, પરંતુ સુરતની આજુબાજુ અને સુરતના ઘણા લોકો દક્ષિણ ગુજરાતના આવેલ પ્રવાસન સ્થળોએ ફરવા જતા હોય છે. જેમાં તાપી જિલ્લામાં આવેલું પદમડુંગરી પણ ફરવા માટે લોકોમાં ખૂબ પ્રખ્યાત છે આ વર્ષે પદમદુંગરી માં માત્ર છ દિવસમાં 57,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી આ અંગે આરએફઓ રુચિ દવે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો આ વખતે પદમડુંગરી ઇકોટુરીઝમની મુલાકાતે આવ્યા હતા. જેમાંથી 47000 મોટી વયના અને બાકીના નાના બાળકો મળીને આશરે 57,000 જેટલા મુલાકાતિઓ એ મુલાકાત લીધી હતી. પદમડુંગરીમાં છ દિવસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. જેના કારણે બે કિલોમીટર સુધી લાંબી વાહનો ની પાર્કિંગની લાઈનો પણ જોવા મળી હતી. આ છ દિવસની ઇકો ટુરિઝમ ની આવક 12 લાખ જેટલી થઈ હતી. બીજી તરફ આ ઇન્કમના કારણે પદમ ડુંગરીમાં આજુબાજુમાં રહેતા 100 જેટલા પરિવારોને રોજ-રોટી મળી રહે છે.ઇકો ટુરીઝમ પદમ ડુંગરી ખાતે છ દિવસમાં 57,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી 3 - image

Tags :