Get The App

શિક્ષણ આડે પાટે છે .

Updated: Apr 16th, 2019

GS TEAM

Google News
Google News
શિક્ષણ આડે પાટે છે                                       . 1 - image



શિક્ષણ કરતાં પણ ખાસ તો શિક્ષણ આપવાની પદ્ધતિની વધુ છે. અવાવરું થઇ રહેલી એજ્યુકેશન  સિસ્ટમનો છે. સહુ હવે પ્રવર્તમાન એજ્યુકેશન સિસ્ટમથી નાખુશ છે, અસંતુષ્ટ છે. 

બાળકનું બાળપણ, યુવાનની જન્મજાત સહજ કેળવણી અને કોઈ પણ માણસની પ્રકૃતિદત્ત સર્ગશક્તિનું નિર્દયતાથી બાળમરણ કરવા માટે આપણી શિક્ષણ પદ્ધતિએ સારી હથોટી મેળવી લીધી છે. શબ્દકોશમાં શિક્ષણ પછીનો તરતનો શબ્દ આવે છે, શિક્ષણકળા. શિક્ષણ એ કળા છે એવું સદીઓથી આપણને ખબર છે પણ હકીકત એ છે કે વસ્તુતઃ એ કળાનો કાગડો થઇ ગયો છે.

જડમૂળથી પરિવર્તનની આવશ્યકતા જ નહિ, અનિવાર્યતા હોવા છતાં શિક્ષણ હંમેશા ઉપેક્ષિત રહ્યું છે. એનડીએ સરકારે તો શિક્ષણના નામે મીંડું વાળી દીધું છે અને આવતા પાંચ વરસ કેવા પસાર થવાના છે એનો દેશના સામાન્ય નાગરિકોને અણસાર તો છે જ. ભાજપ એક એવો પક્ષ છે કે જે દૂધ તે પોતે ન પી શકે એ દૂધ તે ઢોળી નાંખે છે. એટલે આવતા પંચવાષક ભારતીય રાજકીય ઉપક્રમમાં પણ ક્યાંય અભિનવ શૈક્ષણિક પ્રણાલિકા દાખલ થાય એવી સંભાવના નહિવત્ છે. 

સમગ્ર માનવજાત આ શિક્ષણના પાયા ઉપર ટકેલી છે તો પણ શિક્ષણ સાથે સાવકું વર્તન નિરંતર ચાલતું આવે છે. એજ્યુકેશનનો અલ્ટીમેટ હેતુ શું? ભણવાથી છેલ્લે શું મળશે? બાળક મોટું થાય ત્યારે આથક રીતે પોતાના પગ ઉપર ઉભું રહી શકે એટલે કે આવનારી પેઢીઓને આથક સ્વતંત્ર બનાવવાનો હેતુ છે એ તો સહુ જાણે છે.

પરંતુ પોતાની વ્યક્તિગત જિંદગીને કીડી પગલે પહાડ ચડવાની છટાથી ચોક્કસ ઊંચાઈએ લઈ જવી એવો સંકલ્પ રમતા રમતામાં ન થાય તો એ વિદ્યાર્થીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું ન કહેવાય. સન્માન ખરેખર તો સંબંધોની બુનિયાદ છે અને એથી વિશેષ સંયુક્ત કુટુંબનો આધાર છે. અરે દંપતીઓના સહજીવનમાં પણ પારસ્પરિક સન્માન જ પ્રાણતત્ત્વ છે. એ બીજાઓ પરત્વે વ્યક્ત કરવાનું એ સન્માન ન શીખવી શકે એ તમામ સંસ્થાઓ ફી કલેક્શન સેન્ટર કહેવાય પણ શાળા કે કોલેજ તો ન જ કહેવાય. 

આઈબીએમ કંપનીએ હમણાં વિવિધ ૮૦ દેશોની મલ્ટીનેશનલ કંપનીઓના ૮૦૦ જેટલા ઉચ્ચાધિકારીઓનો ઈન્ટરવ્યુ લઈને સર્વે પ્રગટ કર્યો છે. એ બધાને પૂછવામાં આવેલું કે એવી તે કઈ વસ્તુ છે જે તમને દિવસરાત દોડતા રાખે છે? એ કયા મુખ્ય કારણો છે જે તમારી કંપનીને સતત સફળતાના ગ્રાફ ઉપર ટોચ ઉપર જ રાખે છે? એ બધા જ સફળ બિઝનેસ ટાયકુનના જવાબમાં અચરજભરી સામ્યતા હતી.

ઓવરઓલ, બધાનું કહેવું હતું કે બે ગુણો, બે ક્વોલીટીઝ એવી છે કે એ બંનેને કારણે આજે અમારી કંપનીનું નામ જગતના દરેક ખૂણે છે. એ બે ક્વોલીટીઝ કઈ? ઉતરતા ક્રમમાં જોઈએ તો, પહેલો ગુણ અનુકુલનક્ષમતા  જે તે કંપનીની સમય મુજબ જમાના સાથે બદલાવ લાવવાની તત્પરતા અને ક્ષમતા.

કોડાક અને નોકિયા કંપનીમાં આ ક્ષમતા ઝીરો ટકાવારીને હતી એટલે તેઓ હવે નામશેષ થયા. કોડાક અને નોકિયાની આવી કરુણાજનક સ્થિતિ કેમ થઇ? તેઓ બદલાતા સમય સાથે 'એડજસ્ટદ ન થઇ શક્યા. પરિવર્તનનો પવન ફૂંકાતો હતો ત્યારે તેઓ એના એ જ શઢ પલાણવામાં રહ્યા જ્યારે બીજી કંપનીઓએ સતત પોતાને બદલાવીને ક્રાન્તિ સ્વીકારી. 

આ અનુકુલનક્ષમતા આપણે શિક્ષણમાં આપીએ છીએ ખરા? ટેક્સ્ટબુક્સ વર્ષો જૂની એ જ ઘરેડમય ચાલ્યા કરે છે. પરીક્ષાપદ્ધતિ પણ એવી કે જે ટેક્સ્ટબુકમાં આપ્યું હોય એ જ પુછાય. વિદ્યાર્થીની વિદ્યાને બદલે પરીક્ષાર્થીની યાદદાસ્તની કસોટી લેવાય છે આ પદ્ધતિમાં. આજનું એજ્યુકેશન ગોખણીયા બાળકોને નંબર એક ઉપર લઇ જવાનો કૃત્રિમ આભાસ તેના વાલીઓ સામે રજુ કરે. પાંચ વર્ષ પહેલા સ્માર્ટફોન હતા નહિ, અચાનક સ્માર્ટફોન આવ્યા અને આખું પિક્ચર બદલાઈ ગયું લાઈફસ્ટાઈલનું.

હવે પાંચ-પાંચ વર્ષમાં જમાનો બદલાય છે, ત્યારે એ જ જુના પાઠયપુસ્તકો ગોખનાર વિદ્યાર્થી બદલાતા જમાનામાં અનુકુલન કઈ રીતે સાધશે? છેલ્લા અનેક વર્ષોથી કોઈ જ ક્રાંતિકારી શોધ ભારતમાં નથી થઇ એનું આપણી સર્વ જુની ઘરેડ છે.

અને પહેલો મુદ્દો, પહેલી ક્વોલીટી જે પેલી બધી કંપનીઝના ચેરમેન અધિકારીઓએ કહેલી તે છે: સર્જનાત્મકતા. એટલે કે રચનાત્મકતા. કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે સર્જનાત્મકતા વિના પ્રગતિ ન કરી શકાય. દરેક માણસ બાકીના સાત અબજ માણસો કરતા જન્મજાત જુદો હોય છે. 

શિક્ષણ એટલે ફક્ત લખવું નથી. શિક્ષણ એટલે ફક્ત વાંચ-વાંચન કર્યે રાખવું એ પણ નહિ. શિક્ષણ એ બહુ જ વિશાળ પણ બેઝીક પ્રક્રિયા છે. લખવું-વાંચવું તો ફક્ત એક ઇન્દ્રિયથી થાય. જ્યારે શિક્ષણ તો પાંચે ઇન્દ્રિયોથી ગ્રહણ કરવાનું હોય. સાચું શિક્ષણ મેદાનોમાં મળે, જંગલમાં મળે, પ્રેક્ટીકલ રીતે મળે, ઓઈલ પેઈન્ટથી દોરેલા પતંગિયા વાળી દીવાલો વચ્ચે ન મળે.

કોઈ પણ વિષયમાં માસ્ટર્સ કે પીએચ ડી એટલે કે સારું કમાવવા માટે જરૂરી અભ્યાસના ડિગ્રી સર્ટીફીકેટનું હાથમાં આવી જાય એટલે ભણવાનું બંધ કરી દેવામાં આવે છે. પોતાના વિકાસ માટે આ પણ એક મોટી ભૂલ છે જે લગભગ દરેક નાગરિક કરે છે. ભણવું એ પ્રોસેસ છે, લોંગ ટર્મ પ્રોસેસ છે અને એ ક્યારેય અટકતી નથી. 

Tags :