Tantri Lekh

ઈરાનનો ચોતરફી યુદ્ધોન્માદ

By GS Team
18 Oct 20264 mins read
TukuTouch Logo
ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ સુરક્ષા ચિંતાઓ વચ્ચે, ગઈકાલે રિયાધમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને વિનંતી કરી કે તેઓ કટોકટી ચેતવણી મળતાં જ સાઉદી અધિકારીઓ દ્વારા નેશનલ ઇમરજન્સી અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ દ્વારા જારી કરાયેલ અપડેટેડ સૂચનાઓ પર ધ્યાન આપે અને તેનું પાલન કરે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી સૂચનાઓમાં લોકોને શાંત રહેવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને તાત્કાલિક ઇમારતની અંદર સૌથી સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. આ સૂચનાઓ એવા સમયે આવી છે જ્યારે યમનના હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાને લક્ષ્ય બનાવતા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને કારણે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. આમાં ૧૦ ઓક્ટોબરના રોજ રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર થયેલા ઘાતક હુમલાનો પણ સમાવેશ થાય છે, જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને ઘણા અન્ય ઘાયલ થયા હતા, જેના પગલે ભારતીય દૂતાવાસે તેની સુરક્ષા સલાહને પુનરાવર્તિત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહી લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજોને સતત નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે. જૈશ-અલ-અદલ નામનું આતંકવાદી જૂથ, જેનું ઠેકાણું ઈરાને કહ્યું છે કે તે નિશાન બનાવી રહ્યું છે, તે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં સક્રિય સુન્ની મુસ્લિમ જૂથ છે. તે ઈરાનની સરહદની અંદર આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યું છે. ધ્યાનમાં રાખો, બંને દેશો વચ્ચે લાંબી સરહદ છે. તેનો મોટાભાગનો ભાગ સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવે છે. ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, પરંતુ તેના સિસ્તાન પ્રાંતમાં મોટાભાગે સુન્ની વસ્તી છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. હજુ અમેરિકા સાથેના જંગમાંથી ઊંચું ન આવેલું ઈરાન નવા ખતરનાક પ્રાદેશિક અને જાતિગત યુદ્ધો લડવા માટે તૈયાર છે એ નવાઈની અને અખાતી દેશોને ન સમજાય એવી રમત છે. જોકે, ઈરાનનું કહેવું છે કે તે ગાઝા યુદ્ધથી ફેલાઈ રહેલા સંઘર્ષનો ભાગ બનવા ઈચ્છતું નથી. પરંતુ હુથી, હમાસ, હિઝબુલ્લાહ જેવા ઘણા જૂથો છે, જેને તે પ્રતિકારની ધરી કહે છે તે સમગ્ર સંઘર્ષને આગળ ધપાવવામાં સીધા સામેલ છે.
લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજો પર હુથી વિદ્રોહીઓના હુમલાને રોકવા માટે અમેરિકા અને સહયોગી દેશોએ પણ તેમની જગ્યાઓ પર હુમલો કર્યો છે. જો કે, તે પછી પણ, હુથી બળવાખોરોએ કહ્યું છે કે તેઓ તેમનું અભિયાન અને અભિમાન બન્ને ચાલુ રાખશે. જો આપણે ઈરાન સમર્થિત જૂથોના હુમલા અને ઈરાક અને સીરિયા પછી પરમાણુ સશસ્ત્ર પાકિસ્તાન સામેની તેની કાર્યવાહી પર નજર કરીએ તો ગાઝામાં ચાલી રહેલ યુદ્ધ વ્યાપક અવકાશમાં ફેલાઈ જવાનો ગંભીર ખતરો સ્પષ્ટપણે દેખાય છે. પાકિસ્તાન-ઈરાન વચ્ચે ૯૦૦-૯૫૦ કિમીની સરહદ છે. એક તરફ પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત છે. બીજી બાજુ ઈરાનના સિસ્તાન છે. બંને દેશો સરહદ પર અશાંત બલૂચ વિસ્તારમાં આતંકવાદીઓ સામે લાંબા સમયથી લડાઈ લડી રહ્યા છે. બંનેનો એક સામાન્ય દુશ્મન છે.
ઈરાને સ્પષ્ટ કર્યું કે તેણે જૈશ અલ-અદલના ઠેકાણા પર હુમલો કર્યો છે. જૈશ અલ-અદલ એક આતંકવાદી સંગઠન છે. તેની સ્થાપના ૨૦૧૨માં કરવામાં આવી હતી. તે ૨૦૧૩થી સરહદ પર તૈનાત ઈરાની દળો પર હુમલો કરી રહ્યું છે. આ જૂથે ડિસેમ્બર ૨૦૨૩ના મધ્યમાં ઈરાનના એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, જેમાં ૧૧ ઈરાની પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. જૈશ અલ-અદલની ફિલસૂફી એ છે કે તે ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા અને બલૂચ લોકોના અધિકારો માટે લડે છે. બંને દેશોના સમાન દુશ્મનો છે. તેઓ અલગતાવાદી છે. આવી સ્થિતિમાં એકબીજા પર હુમલાને અજીબ માનવામાં આવી રહ્યા છે. ઈરાને પાકિસ્તાન પર સીમા પાર હુમલા માટે જવાબદાર જૈશ-અલ-અદલ જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપવા અને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. મોટા પ્રાદેશિક સંઘર્ષે ઈરાનને તેની સરહદોની બહાર સક્રિય થવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ખાસ કરીને અમેરિકાએ આ ક્ષેત્રને નિયંત્રિત કરવા માટે ઈરાનની આસપાસ જે ભીષણ યુદ્ધ ચાલુ રાખ્યું છે એણે ઈરાનનું ચરિત્ર જ બદલી નાખ્યું છે.
અગાઉ ઈરાને ઈરાક, સીરિયા પર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. ઈરાને દાવો કર્યો હતો કે તે ઈઝરાયેલી દળો અને ઈરાન વિરોધી આતંકવાદી જૂથોના જાસૂસી મથકને નિશાન બનાવી રહ્યું છે. લેબનોન સરહદ પર ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લડાઈ ચાલુ છે. યુ.એસ. યમનમાં ઈરાન સમર્થિત હુથીઓ સામે લડી રહ્યું છે, જેમણે ગાઝા પર ઈઝરાયેલી હુમલાનો બદલો લેવાના નામે જહાજો પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાઓ વચ્ચે ઈરાન આ ક્ષેત્રમાં એક મહાન નેતા - લિડ કન્ટ્રી તરીકે ઉભરી આવવાની કોશિશ કરી રહ્યું છે.