For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ન્યાયની ડોક ન મરડાય .

Updated: Mar 30th, 2024

Article Content Image

ચૂંટણી શરૂ થતાં જ દેશમાં વિવિધ શક્તિશાળી જૂથો સિંક્રય થવા જેટલંુ સ્વાભાવિક છે, તેટલું જ વિચારપ્રેરક પણ છે. આ સંદર્ભમાં, હમણાં ન્યાયિક મંડળમાં જે પ્રકારની સક્રિયતા જોવા મળી હતી તેણે સહેલાઈથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સૌથી પહેલાં, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મનનકુમાર મિશ્રા સહિત સમગ્ર ભારતમાંથી ૬૦૦થી વધુ વકીલોએ સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે. ચિંતા એ છે કે દેશમાં એક જૂથ તેની પોતાની તરફેણમાં વિવિધ પ્રકારનું દબાણ કરી રહ્યું છે, જે ન્યાયતંત્રની અખંડિતતા માટે ખતરો ઉભો કરી રહ્યું છે. વકીલોના આ મોટા જૂથે દેશના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ન્યાયિક પ્રક્રિયામાં છેડછાડ કરવા, કોર્ટના નિર્ણયોને પ્રભાવિત કરવા અને પાયાવિહોણા આરોપો તેમજ રાજકીય એજન્ડા વડે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના પ્રયાસની નિંદા કરતા 'નિહિત હિત જૂથ'ની નિંદા કરી છે.

એકંદરે, આ રજૂઆત દ્વારા સુપ્રીમ કોર્ટને એ અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેણે કોઈ પણ દબાણમાં નિર્ણય ન લેવા જોઈએ. નોંધનીય છે કે આ દિવસોમાં કેટલાક રાજકારણીઓ કોર્ટ ડોકેટમાં ઊભા છે અને વકીલોનું એક જૂથ તેમને બચાવવા માટે સક્રિય છે, આ આપણી ન્યાય વ્યવસ્થાનો સ્વાભાવિક ભાગ છે. વકીલોના આ પ્રથમ જૂથ સામે વકીલોનું બીજું જૂથ સક્રિય બન્યું છે, તેથી વકીલોના પ્રથમ જૂથ તરફથી જવાબ આવ્યો છે. વકીલો વચ્ચે પરસ્પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ ખૂબ જ ગંભીર અને દુ:ખદ છે, તેમાં પડયા વિના આપણે જોવું જોઈએ કે શું કેટલાક વકીલો સાથે મળીને ન્યાયને ખરેખર પ્રભાવિત કરી શકે છે? હા, આ થઈ શકે છે. આપણા ન્યાયતંત્રમાં આ હકીકત નવી નથી કે મોટા લોકોના કેસોમાં મોટા વકીલો જ વારંવાર દેખાય છે અને વકીલોમાં આવકની અસમાનતા એ પણ દર્શાવે છે કે સક્ષમ લોકોને ન્યાય મેળવવાની અન્ય કરતાં વધુ તકો હોય છે.

સક્ષમ લોકો એટલે કેવા લોકો? આપણા દેશમાં માણસની એક નવી પ્રજાતિ અસ્તિત્વમાં આવી છે. એ શૃંગ-પુચ્છ વિનાની પ્રજાતિ બધાં જ કામો સેટિંગથી કરે છે. દરેક ટનલમાં એના છેડા હોય છે. એની પાસે જે ક્ષમતા આવી ગઈ છે એ આ દેશના સામાન્ય નાગરિકને કેળવતા સાત ભવ જોઈએ. એક અદ્રશ્ય જાદુઈ છડી. હવે એનો ઉપયોગ એ સક્ષમ વર્ગ અદાલતના આંગણે પણ કરવા ચાહે છે. ૬૦૦ વકીલોએ જોયું કે હવે એ સક્ષમ લોકો એ છડીના ઉપયોગથી ન્યાયને ધરાર પોતાની તરફેણમાં ઝુકાવવાની કુચેષ્ટા કરી શકે એમ છે એટલે આ વકીલોએ મુખ્ય ન્યાયમૂર્તિશ્રીના દરવાજે રજૂઆત કરી છે. અલબત્ત, આ હિંમત પણ તેઓએ ચૂંટણી જાહેર થયા પછી માંડમાંડ એકત્રિત કરી હશે એ સમજી શકાય એમ છે.

વકીલો વચ્ચેનો સંઘર્ષ પણ આ દિશામાં નિર્દેશ કરે છે. તેમાં કોઈ શંકા નથી કે જાણીતા વકીલો અથવા શક્તિશાળી આરોપીઓ સમક્ષ ન્યાયાધીશોએ સમાન વર્તન કરવું જોઈએ અને આપણા ન્યાયાધીશો પણ તે જ કરે છે. તેમ છતાં, ક્યાંક ફરિયાદ માટે અવકાશ રહે છે અને કેટલાક વકીલોએ ભેગા થઈને આવા પત્રો લખવાની જરૂર પડે છે. આવા પત્રોની ટીકા કરી શકાતી નથી, પરંતુ આવા પત્રો ખાસ કરીને ન્યાયાધીશો પાસેથી વધુ સતર્કતા અને સંવેદનશીલતાની ચાહના વ્યક્ત કરે છે. લોકશાહીમાં કોઈ પણ દિશામાંથી કોઈ પણ માંગણી ઉઠાવવામાં કંઈ ખોટું નથી; આવી માંગણીઓ બંધારણના સુસ્થાપિત માળખામાં પૂરી થવી જોઈએ અને મોટે ભાગે આમ કરવામાં આવે છે.

આ સંદર્ભમાં, વડાપ્રધાન નરન્દ્ર મોદીનું નિવેદન પણ નોંધનીય છે. તેઓ આ અંગે ચૂપ રહે તો ગેરસમજ થાય એમ સ્વયમેવ માનીને તેમણે એક રીતે ૬૦૦ વકીલોના પત્રની તરફેણમાં ટિપ્પણી કરી છે અને ત્યાં સુધી કહ્યું છે કે ધાકધમકી એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. મતલબ કે ચૂંટણીની મોસમમાં આ એક એવો મુદ્દો છે જેના પર આગામી કેટલાક દિવસો સુધી ચર્ચા ચાલી શકે છે. મામલો ખરેખર ગંભીર છે. ધ્યાનમાં રાખો, ૬૦૦ વકીલોનો પત્ર પણ 'બેન્ચ ફિક્સિંગની ઉપજાવી કાઢેલી થિયરી' વિશે ચિંતા કરે છે. ન્યાયિક બેન્ચની રચનાને પ્રભાવિત કરવાના પ્રયાસો અને ન્યાયાધીશોની અખંડિતતા પર પ્રશ્ન ઉઠાવવાના પ્રયાસો કદાચ નવા નથી. આવી સ્થિતિમાં, કહેવું જ જોઇએ કે દેશમાં કોઈપણ આધારસ્તંભ અથવા બંધારણીય સંસ્થાનું શોષણ ન થવું જોઈએ. માત્ર તે જ થવું જોઈએ જે બંધારણના પ્રકાશમાં યોગ્ય હોય.

Gujarat