'અનલોક-૧ 'માં ખૂલેલા અનેક મંદિરો થયા 'લોક', પ્રસિધ્ધ ગુરુગાદીઓ પર ગુરુપૂર્ણિમાનાં ઉત્સવો રદ
- સોરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધતા
- ભૂરખીયા હનુમાન મંદિર ફરી બંધ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરો મહાનગરોમાં અનલોક-ર માં ન ખૂલે તેવા સંકેત, ભારતીઆશ્રમમાં કાર્યક્રમો રદ
રાજકોટ, તા.28 જૂન 2020, રવિવાર
સોરાષ્ટ્રમાં કોરોના સંકટ સતત ઘેરુ બની રહયુ છે. તમામ જિલ્લાઓમાં કેસ ચિંતાજનક હદે વધી રહયા છે ત્યારે અનલોક - ૧ બાદ ખુલેલા કેટલાક મંદિરો કોરોનાનું સંક્રમણ ખાળવા બંધ કરવામાં આવી રહયા છે. સોરાષ્ટ્રમાં દર વર્ષે ગુરુપૂર્ણિમાના ઉત્સવો ગુરુગાદીના સૃથાનો પર ઉત્સાહભેર ઉજવાતા હોય છે પણ આ વર્ષે કોરોનાને કારણે આગામી તા. પ મી જુલાઈએ ગુરુપૂર્ણિમાનાં ઉત્સવો નહી યોજવાની જાહેરાત ભારતી આશ્રમ જૂનાગઢ સહિત અનેક ધાર્મિક જગ્યાઓ પર નહી યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે.
અનલોક - ર તા. ૩૦ જૂન બાદ શરુ થઈ રહયુ છે અને વધુ છૂટછાટ આપવા સરકાર આગળ વાૃધી રહી છે ત્યારે સોરાષ્ટ્ર - ગુજરાતમાં કોરોનાનો ખતરો વાૃધી રહયો હોય મંદિરો બંાૃધ ાૃથઈ રહયા છે. બીએપીએસ સ્વામીનારાયણ મંદિરો રાજકોટ સહિતનાં મહાનગરોમાં તા. ૧૭ મી જૂનાૃથી ખૂલવાના હતા તે પણ હજુ ખુલ્યા નથી અને અનલોક - ર બાદ તા. ૧ લી જૂલાઈથી ખૂલે તેવી શકયતા નથી. અમરેલી જિલ્લામાં આવેલી પ્રસિધૃધ ભૂરખીયા હનુમાનજીની જગ્યામાં મંદિર ફરી બંધ કરવામાં આવ્યુ છે. અન્ય કેટલાક મંદિરોમાં પૂજન - આરતી થાય છે તેમાં પણ ભીડ ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.
સોરાષ્ટ્રમાં પરબધામ ખાતે અષાઢી બીજનો મોટો મેળો ભરાતો હોય છે પણ આ વર્ષે કોરોના સંકટનાં કારણે પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો રદ કરવામાં આવ્યા બાદ આગામી તા.પ મીએ ગુરુપૂર્ણિમાનાં કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે અને મંદિર પણ હવે તા. ૩૦ જુલાઈથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન જૂનાગઢ અને સરખેજ આશ્રમ ખાતે દર વર્ષે ગુરુપૂર્ણિમાનાં દિવસે યોજાતા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાનું ભારતીબાપુએ જણાંવ્યુ છે. મોરારીબાપુનાં મહુવા - તલગાજરડા આશ્રમમાં તો છેલ્લા કેટલાક વર્ષોથી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવતી નથી આ વર્ષે પણ કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.
સોરાષ્ટ્રમાં અનેક નાના - મોટા આશ્રમો ખાતે આ વર્ષે ગુરુપૂર્ણિમાના ઉત્સવો રદ કરવામાં આવી રહયા છે.