માંડલમાં દસાડા રોડ પર બે વેપારીના પગમાં ફાયરિંગ કરી બે શખ્સો ફરાર
- ઉછીના નાણાં બાબતે મારી નાખવાની ધમકી આપી : ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા
વિરમગામ, માંડલ, તા.6 જૂન 2020, શનિવાર
અમદાવાદ જિલ્લામાં કાયદો અને વ્યવસૃથાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે વિરમગામ તાલુકાના માંડલ ખાતે દુકાનેથી પરત આવી રહેલા બે વેપારીઓ પર ફાયરીંગ અને હુમલાનો બનાવ બન્યો હતો જે અંગે માંડલ પોલીસ મથકે ભોગ બનનારે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
માંડલ ખાતે ખંભલાય માતાજીના મંદિર સામે સૌરભ જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં સોની વેપારી અને ફરિયાદી સૌરભભાઈ સોની રહે.માંડલવાળા પોતાની દુકાને હાજર હતાં તે દરમ્યાન માંડલ ખાતે રહેતાં શફીમહેબુબભાઈ કછોટ, વસીલ ઉર્ફે નજર ઉસ્માનભાઈ સાલાર સહિત ત્રણ વ્યક્તિઓ દુકાન પર આવી ફરિયાદીના ભાઈ વૈભવભાઈ પાસે ઉછીના રૃપીયા લેવાના હોવાનું જણાવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ફરિયાદી સાંજના સમયે દુકાન બંધ કરી પોતાના બનેવી પરેશભાઈ સાથે બાઈક પર ઘેર જઈ રહ્યાં હતાં તે દરમ્યાન માંડલ ક્રિષ્ના હોસ્પીટલ સામે દસાડા રોડ પર બાઈક સામે કાર ઉભી રાખી કારમાંથી શફી તથા વસીલ ઉસ્માનભાઈએ નીચે ઉતરી ફરી ગાળો બોલી ફરિયાદ કેમ લખાવી હોવાનું જણાવી લોખંડના પાઈપ વડે હાથે-પગે હુમલો કરી દેશી તમંચા વડે પગમાં રાઉન્ડ ફાયરીંગ કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયાં હતાં. જ્યારે બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર આૃર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જે અંગે માંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.