હળવદ સિવિલમાં સાંસદસભ્યની હાજરી વચ્ચે ભાજપના 2 જૂથો વચ્ચે ધમાસાણ
- સિવિલમાં રાજકીય ડ્રામાથી દર્દીઓમાં નાસભાગ મચી
હળવદ તા. 11 જુન 2020, ગુરૂવાર
હળવદમાં પક્ષપલટો કરી ધારાસભ્ય બનેલા પરસોત્તમ સાબરીયા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ કવાડિયા જૂાથના ટેકેદારો હરહંમેશ એક બીજા સામે ઘૂરકિયા કરતા હોવાની ઘટના અવારનવાર બને છે ત્યારે આજે હળવદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા સાંસદ મહેન્દ્ર મૂંઝપરાની હાજરીમાં જ સીટીંગ અને પૂર્વ ાૃધારાસભ્યના જૂાથે બાધડાટી બોલાવતા સાસંદ હતપ્રભ બન્યા હતા તો બીજી તરફ ાધબાધબાટીને કારણે સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાં પણ નાસભાગ મચી જવા પામી હતી અને ભાજપના બે બળુકા જૂાૃથની બાધડાટીથી પાર્ટીની આબરું લીલામ ાૃથઈ હતી. પાર્ટીની આબરુના ધજાગરા સરાજાહેર ઉડયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા જ્યારાથી ભાજપમાં આવ્યા છે ત્યારાથી પૂર્વ રાજ્ય મંત્રી જયંતિ કવાડિયા અને ધારાસભ્ય સાબરીયા જૂાથ હંમેશા એકબીજા સામે રહ્યું છે જ્યારે પણ જે ગુ્રપને મોકો મળે ત્યારે એક બીજા ગુ્રપ સામસામે આવી જતા હોય છે. ત્યારે હળવદ તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો જેને લઈ સુરેન્દ્રનગરના સાંસદ મુંજપરા હળવદની મુલાકાતે હતા તેમજ હળવદમાં વિવિધ પ્રશ્નો સાંભળવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદ સંસદ સભ્ય હળવદ સરકારી હોસ્પિટલની મુલાકાત લેવા માટે ગયા હતા જ્યાં પૂર્વ મંત્રી અને ચાલુ ધારાસભ્યનું ગુ્રપ સામે આવી ગયું હતું અને ઉગ્ર બોલાચાલી થઈ હતી જોકે આ બોલાચાલી એટલી હદે ાૃથઈ હતી કે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ પણ હેબતાઈ ગયા હતા તો બીજી તરફ શહેરીજનોએ પણ આવા નેતાઓ સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે.
પરસોત્તમ સાબરીયા જુાૃથ અગાઉ પણ અનેક વાર ચર્ચામાં રહ્યું છે. તાજેતરમાં હળવદ પી.આઈ ઉપર કાર ચડાવવાનો બનાવ, પોલીસ સ્ટેશનમાં ઘસી જઈને ગાળો ભાંડવી, મામલતદાર કચેરીમાં અિાૃધકારી સાાૃથે મગજમારી કરવી, આવા અનેક બનાવના કારણે સાબરીયા જૂાૃથ અનેક વાર ચર્ચામાં રહ્યું છે. હાલ તો હળવદની નિર્દોષ પ્રજાનો ખો નિકળી રહ્યો છે. ત્યારે ભાજપ પાર્ટી દ્વારા શિસ્તભંગ બદલ પગલા લેવામાં આવશે કે કેમ તેના ઉપર શહેરીજનોની મીટ મંડાયેલી છે.