સાયલાના વડીયા ગામે બે જૂથો વચ્ચે અથડામણ થતાં 3 વ્યક્તિને ઈજા
- જૂની અદાવતને લઈ ફરી હિંસક મારામારી થઈ
- બાઇક અને સ્કોર્પિયો સામસામે અથડાતા ગામમાં તંગદિલીભર્યો માહોલ : ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકાયો
સાયલા, તા. 22 જૂન 2020, સોમવાર
સાયલા તાલુકાના વડીયા ગામે જૂની અદાવતને લઇને બે જૂથો આજે ફરી સામસામે આવી જતા હિંસક મારામારી થઇ હતી. એટલું જ નહીં બંને પક્ષો સભ્યોએ બાઇક સ્કોર્પિયો જેવા વાહનો સામસામે અથડાવતા ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી. નાનકડા ગામમાં ફરી માથાકૂટ થતા તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો.
વડીયા ગામે થોડા દિવસો પહેલાં જ આ બંને જ્ઞાતિ વચ્ચે માથાકુટ થઈ હતી જેમાં છ થી સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આજે ફરીથી આ બંને જ્ઞાતિઓ વચ્ચે માથાકૂટ થતા સામ સામે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત જોરુભાઈ ધીરુભાઈ દુમાદિયા જેઓને ગંભીર ઇજા પહોંચતા સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા સામે પક્ષેથી પથુભાઈ લાખાભાઈ અને તેમનો પુત્ર અક્ષય પથુભાઇને પણ ઇજા થતાં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાડી તેમજ બાઇક સામસામે અથડાયા હતા ત્યારબાદ કારને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. આ બંને જ્ઞાાતિઓ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી આવે છે. કોઇ મોટો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાયલા પોલીસ વડિયા ગામ ખાતે પહોંચી ગઇ હતી. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.