સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ સાથે દર્દીઓનો કુલ આંક 664 થયો
- ઝાલાવાડમાં કિલર કોરોનાનો કહેર યથાવત્
- મુળી તાલુકામાં બે, શહેરમાં બે, વઢવાણ તેમજ રતનપરમાં એક- એક અને ધ્રાંગધ્રા, સાયલા, લીંબડીમાં પણ કેસો નોંધાયા
સુરેન્દ્રનગર, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં દરરોજ સરેરાશ ૩૦થી વધુ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ ૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે જિલ્લામાં વધુ ૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેમાં શહેરી વિસ્તારમાં (૧) ૬૦ ફુટ રોડ પર લો કોલેજ પાસે ૪૭ વર્ષના પુરૂષ (૨) જીનતાન રોડ પર ૨૯ વર્ષના યુવક (૩) વઢવાણ નવા દરવાજા પાસે ૨૮ વર્ષના યુવક (૪) રતનપર શહેરી વિસ્તારમાં ૨૬ વર્ષના યુવક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં (૫) મુળી તાલુકાના કુંતલપુર ગામે ૪૫ વર્ષના પુરૂષ (૬) મુળીના ખાખરાળા ગામમાં ૨૦ વર્ષની યુવતી (૭) સાયલાના મોટા ભડલા ગામમાં ૪૩ વર્ષની મહિલા (૮) લીંબડી હવેલી શેરીમાં ૭૮ વર્ષના પુરૂષ (૯) ધ્રાંગધ્રા ખોજા ખાના વિસ્તારમાં ૪૦ વર્ષના પુરૂષ સહિત ૯ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૬૨૪ ઉપર પહોંચ્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગની ટીમે કોરોના પોઝીટીવ દર્દીઓના વિસ્તારમાં જઈ ક્વોરન્ટાઈન, સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી.