ખેતીકામ કરી ગુજરાન ચલાવતા પરિવારનો પુત્ર ધો.12 માં મૂળી તાલુકામાં પ્રથમ આવ્યો
- થાનગઢના તરણેતર ગામના રવિ ત્રાગટાએ ૯૯.૪૩ પીઆર રેન્ક સાથે મેદાન માર્યું
સરા, તા.15 જૂન 2020, સોમવાર
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો -૧૨ સામાન્ય પ્રવાહ નુ પરિ ણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ ની લાગણી જોવા મળી હતી સરાગામે આવેલ આરૃણી વિદ્યાલયમા ધો . ૧૨ કોમર્સમા અભ્યાસ કરતા રવિ ત્રાગટાએ ૯૯.૪૩ ઁઇ રેન્ક સાથે તાલુકા પ્રથમ આવતા શાળા પરિવારમા આનંદનુ મોજુ ફરી વળ્યુ હતુ
થાનગઢ તાલુકાના તરણેતર ગામે રહી ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલ દેવાયતભાઇ માત્ર પાચ ચોપડી ભણેલા છે પોતાના સંતાનો ભવિષ્યમા પગભર બને તેમાટે પેટે પાટા બાંધી પ્રાઇવેટ સ્કુલમા હોસ્ટેલમા ંરાખી ભણાવતા હતા માતા લાભુ બેનને પોતાના પુત્રના પરિશ્રમ પર ભરોસો હતો ખેતીવાડીમા કુદરતી આફતોના કારણે ખાસ કાઇ આવક થયેલ નહોતી આમ છતા પોતાના લાડકવાયા સંતાનો માટે અન્યખર્ચ પર અંકુશ મુકી સંતાનો ઉચ્ચ અભ્યાસ કરે તેમાટે હમેશા સહકાર આપતા હતા પાંચ વર્ષથી હોસ્ટેલમા રહી શાળા શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી દિન-રાતની મહેનત રંગ લાવતા પરિવાર જનોએ જોયેલા સપના સિધ્ધ કરતા પરિવાર ખુશીથી ઝુમી ઉઠયો હતો સરાગામે આવેલ મા. અને ઉ.મા શાળાનુ ધો-૧૨ સામાન્ય પ્રવાહનુ ૭૪.૫૦ ટકા પરિણામ આવેલ હતુ જેમા ૭૬.૫૭ ટકા સાથે ઝરમરીયા વંદનાબેન વેલશીભાઇ શાળામા પ્રથમ આવેલ હતા મૂળી તેજેન્દ્ર પ્રસાદજી હાઇસ્કુલનુ ૬૩.૬૩ ટકા પરિણામ આવેલ હતુ.