પાટડીનું સરકારી દવાખાના અને સ્ટાફ ક્વાટર્સમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય
- કોરોના વાઇરસની મહામારી વચ્ચે
- ગંદકી મામલે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાતા નથી
પાટડી, તા.28 જૂન 2020, રવિવાર
પાટડી બજાણા ગામે આવેલ સરકારી દવાખાના, સ્ટાફ ક્વાર્ટસ તથા ગામમાં ઠેરઠેર ઉકરડા, ગંદકી હટાવવા બાબતે ગ્રામજનો દ્વારા અનેકવાર રજુઆતો કરાઈ છે. હાલમાં કોરોનાની મહામારીમાં દરેક ગામોમાં સ્વચ્છતા અભીયાન ચલાવાઈ રહ્યું છે.
ગામમાં સેનેટાઈઝર થી સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે બજાણા ગામમાં આવેલી પીએચસી કેન્દ્રની આજુબાજુમાં જ ગંદકી હોઈ આરોગ્ય ધામ જ ગંદકી વચ્ચે ધેરાયેલું છે. તેમજ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર, સ્ટાફ માટે વર્ષોથી ક્વાર્ટસ બનાવાયા છે પણ ત્યાં કોઈ જ રહેતું ન હોય ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે તેમજ બજાણા ગામમાં ઠેરઠેર ગંદકી હોઈ બજાણા ગામમાં રહેતાં લોકોનું આરોગ્ય જોખમાય અને લોકો બીમારીનો ભોગ બને તે પહેલા તંત્ર દ્વારા ગંદકી હટાવવામાં આવે તેવી માંગણી સાથે આજે પાટડી તાલુકા પંચાયત કચેરીએ આવેદન આપ્યું હતું અને આ બાબતે ગ્રામ પંચાયત ટી.એચ.ઓ., ડી.એચ.ઓ. તેમજ લાગતા વળગતા તમામ લોકોને બજાણા ગામની ગંદકી હટાવવા રજુઆત કરાઈ હતી.