પડતર જમીનમાં એલસીબીએ દારૂનું કટિંગ પકડયું પણ 4 શખ્સો ભાગી છૂટયા
- સાયલા તાલુકાના સેજકપુર ગામની વાડીની
- પોલીસે રૃ. ૪.૪૫ લાખનો દારૃનો જથ્થો જપ્ત કર્યો : સાયલા પોલીસ અંધારામાં જ રહી
સાયલા, તા.29 જૂન 2020, સોમવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી જિલ્લામાંથી ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ નાબુદ કરવા એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતનાઓને સુચનાઓ આપી હતી જેના ભાગરૃપે એલસીબી ટીમે નાઈટ પેટ્રોલીંગ હાથધર્યું હતું.
જેમાં સાયલા તાલુકામાં બાતમીના આધારે સેજકપર ગામની સીમમાં ત્રણ શખ્સો સાથે મળી વાડીમાં આવેલ પડતર ખરાબાની જમીનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવનો ઈંગ્લીશ દારૃનો જથ્થો ઉતારી અન્ય સાગરીતો તથા વાહનો મારફતે કટીંગ કરતાં હોવાની હકિકતના આધારે રેઈડ કરી હતી.
જેમાં મંગળુભાઈ બાવકુભાઈ ખવડ, અનિરૃધ્ધભાઈ રામકુભાઈ ખવડ તથા જકાભાઈ કથુભાઈ ખવડ ત્રણેય રહે.સેજકપર તા.સાયલાવાળા સાથે મળી માણસીભાઈ ખવડની સેજકપર ગંગાનગર સીમમાં આવેલ વાડીમાં પડતર ખરાબાની જમીનમાં ઈંગ્લીશ દારૃનું કટીંગ કરતાં હોવાની હકીકતના આધારે રેઈડ કરી હતી જેમાં બોલેરો પીકઅપ ગાડી કિંમત રૃા.૫ લાખ તથા પીકઅપમાં ભરેલ ઈંગ્લીશ દારૃની બોટલો નંગ-૧૧૮૮ કિંમત રૃા.૪,૪૫,૫૦૦ તથા ટ્રેકટર કિંમત રૃા.૩ લાખ તથા દારૃનો જથ્થો ભરેલ ટ્રોલી કિંમત રૃા.૫૦,૦૦૦ તથા ટ્રોલીમાં ભરેલ ઈંગ્લીશ દારૃની બોટલો નંગ-૧૧૫૨ કિંમત રૃા.૪,૪૬,૧૦૦ મળી કુલ રૃા.૧૭,૪૧,૬૦૦નો મુદ્દમાલ ઝડપી પાડયો હતો.
જ્યારે રેઈડ દરમ્યાન આરોપીઓ તેમજ પીકઅપના કારચાલક સહિતનાઓ નાસી છુટયાં હતાં આથી પોલીસે ઝડપાયેલ વાહનો સહિત ઈંગ્લીશ દારૃ સહિતનો મુદ્દામાલ સાયલા પોલીસ મથકે લાવી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે સાયલા પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે ચાલુ કટીંગ દરમ્યાન રેઈડ કરી લાખોની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.