Get The App

વાવનું પવિત્ર જળ રામ જન્મ ભૂમિ મંદિરના ભૂમિ પૂજનમાં મોકલવામાં આવશે

- હળવદ શરણેશ્વર મહાદેવની

- વિશ્વમાં છોટીકાશી તરીકે ઓળખતા હળવદ પંથકના વિવિધ ધાર્મિક સ્થળોની માટી અને જળ શાસ્ત્રોક્ત વિધિ કરી મોકલાવવામાં આવશે

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
વાવનું પવિત્ર જળ રામ જન્મ ભૂમિ મંદિરના ભૂમિ પૂજનમાં મોકલવામાં આવશે 1 - image


હળવદ, તા. 27 જૂન 2020, શનિવાર

હળવદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્યાતિભવ્ય મંદિર બનવાનું છે ત્યારે દેશવાસીઓની લાગણી જોડવા માટે દેશના ઐતિહાસિક ધાર્મિક સ્થળોની માટી અને જલ આ મંદિરના પાયાના ચણતરમાં ઉપીયોગ કરવામા આવવાનુ હોવાથી ત્યારે ઝાલાવાડના અને છોટીકાશી તરીખે ઓળખાતા હળવદ માં આવેલા ઐતિહાસિક શરણેશ્ચર મહાદેવ મંદીર માં આવેલ પૌરાણિક વાવનું પવિત્ર જળ અભિષેકે કરી પંથકના વિવિધ ધાર્મિક સ્થળો રાજ બાઈ માં ચરડવા, કેદાર ધરો, સુંદરી ભવાની,વગરેમંદિર ની માટી અને જળ શાસ્ત્રોક્ત વિધી કરી અયોધ્યા  મોકલવામાં આવશે

મંદિરોની માટી અને જળ આજે એકત્ર કરી પૂજા વિધિ કરવામાં આવી હતી આ માટી અને જળ અયોધ્યામાં મોકલવામાં આવશે તેવું જણાવ્યું હતું લોકો ની લાગણી અને ભાવના જોડાય તેમાટે સમગ્ર ભારત દેશ માંથી માટી અને પાણી રામમંદિર ના પાયાના ચણતરમાં ઉપીયોગ થશે જેથી દરેક ની ભાવના જોડાશે. આ પ્રયાસ થકી અયોધ્યામાં દેશ ભરના ધાર્મિક સ્થાનોની માટીનો સંગમ જોવા મળશે, છેલ્લા હીન્દુ સમાજ રામમંદિર માટે લડતા રહ્યો કેટલાય વિધ્નો આવ્યા પણ હંમેશા ઘીરજ ના ફળ મીઠાં હોય છે.તેમ હવે રામંમંદિર નું કામ ટૂંક સમય માં ચાલુ થશે ને થોડા સમયમાં ભવ્યતાથી ભવ્ય મંદિર બનશે રાષ્ટ્રીય સ્વયસંઘના મહેશ ભાઈ પ્રજાપતિ એ જણાવ્યુંકે આપને યાદ હશે કે અગાઉ સમગ્ર દેશમાથી શિલાઓ મોકલવામાં આવી હતી તેનું અને વિશ્ચ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશ માંથી જલ અને માટી શાસ્તોક  વિઘી વિઘાન પૂજન કર્યું હવે તેને અયોધ્યા મોકલવા માં આવશે જયા શીલાઓ અને પ્રવિત્ર જલઅને માટીથી મંદિર નિમાણ થશે જેમાં દેશના કરોડો હીન્દુ ઓની ભાવના જોડાયેલી રહેશે,આ કાયકમને સફળ બનાવા વિશ્વ હિન્દુ પરિષદ હોદેદારો અને કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી હતી.


Tags :