મૂળી તાલુકાના સરા ગામની ખેડૂત પુત્રીએ ધો-10માં 99.53 ટકા મેળવ્યા
- પરિશ્રમ એ જ પારસમણી યુક્તિને સાર્થક કરતી કૃપાલીએ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું
સરા, તા. 9 જુન 2020, મંગળવાર
મૂળી તાલુકાના સરા ગામે રહેતા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હરિભાઇ વિઠ્ઠલાપરા અને ગીતાબેનની પુત્રી કૃપાલીબેનને ધો-૧૦ની પરીક્ષામાં ૯૯.૫૩ પી.આર. રેન્ક સાથે તાલુકામાં પ્રથમ નંબરે ઉતિર્ણ થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સરા આરૃણી વિદ્યાલયમાં ધો-૧૦માં અભ્યાસ કરતી કૃપાલી વિઠ્ઠલાપરા ધો-૧૦નું આજે રિઝલ્ટ આવતા ૯૯.૫૩ જી.એર. રેન્ક સાથે મૂળી તાલુકામાં પ્રથમ નંબરે ઉતિર્ણ થતા તેનો શ્રેય શિક્ષકો અને પરિવારજનોને આપી ખેડૂત પુત્રી છું મહેનત કરવાની અમારી વારસામાં હોય દિન-રાત મહેનત રંગ લાવતા વિઠ્ઠલાપરા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. શુભેચ્છકોને પેંડા વ્હેંચી ખુશાલી વ્યક્ત કરી હતી. કૃપાલીના પિતા હરિભાઇએ ભણેલી દિકરી પેઢી તારે અમારી દીકરીએ સાર્થક કરી બતાવ્યું છે. આરૃણી વિદ્યાલયનું ૮૫ ટકા પરિણામ આવેલ હતું. સરા અને ઉ.મા. શાળાનું ૫૫ ટકા પરિણામ સાથે ડિમ્પલબેન અશોકભાઇ દાવડા ૮૯.૬૮ પી.આર. રેન્ક સાથે શાળા ફર્સ્ટ આવેલ હતા.