Get The App

તલાટીએ આરટીઈ અંતર્ગત માહિતી ન આપતા રૂ. 5 હજાર દંડ ફટકાર્યો

Updated: Jul 17th, 2021

GS TEAM

Google News
Google News
તલાટીએ આરટીઈ અંતર્ગત માહિતી ન આપતા રૂ. 5 હજાર દંડ ફટકાર્યો 1 - image


- સાયલા તાલુકાના ધાંધલપુરના

- સમય મર્યાદામાં માહિતી ન આપતા 10 દિવસમાં અરજદારને માહિતી પુરી પાડવાનો પણ આદેશ

સાયલા : સાયલા તાલુકાના ધાંધલપુર ગ્રામપંચાયત તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા જયપાલસિંહ ડાભીને આર.ટી.આઈ અંતર્ગત માહિતી આપવામાં ઠાગાઠૈયા કરવા સબબ રાજ્યના માહિતી આયોગ દ્વારા રૂા.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવેલ છે તેમજ દંડની આ રકમ તેમના અંતર્ગત ભંડોળમાંથી ભરપાઈ કરવા જણાવેલ છે.

આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, ધાંધલપુરના રસિકભાઈ અરજણભાઈ જમોડે ગત તા ૪-૧૨-૨૦૨૦ના રોજ આર.ટી.આઈ અંતર્ગત નમુના-ક ની અરજી કરીને. ધાંધલપુરના નવા સ.નં ૬૭૦ તથા ૬૭૧ની કુલ ૨-૯૩-૪૦ ચો.મી. જમીનની રહેણાકના હેતુ માટે જાહેર હરરાજીથી પ્લોટ અંગે પ્રતિ ચો.મી. ની અપસેટ પ્રાઈઝ નક્કી કરેલો ડીડીઓ નો હુકમ સહિત  છ (૬) મુદાની માહિતી માંગેલ હતી ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી ગણાતા તલાટી જયપાલસિંહ ડાભીએ સમયમર્યાદામાં આ માહિતી અરજદારને આપેલ નહોતી આથી અરજદારે પ્રથમ અપીલ અધિકારી (તાલુકા વિકાસ અધિકારી) સાયલા સક્ષમ અપીલ દાખલ કરેલ હતી. અપીલ અધિકારીએ તા ૧૦-૨-૨૧ ના રોજ ધાંધલપુર ગ્રામપંચાયતના જાહેર માહિતી અધિકારી (તલાટી) ને દસ દિવસમાં અરજદારને વિનામુલ્યે માહીતી પુરી પાડવા આદેશ આપેલ હતો આમ છતાં ગ્રામપંચાયતના તલાટી(જાહેર માહિતી અધિકારી) દ્વારા અરજદારને માહીતી પુરી પાડવામાં ન આવતા રસિકભાઈએ તા ૨૭-૬-૨૦૨૧ના પત્રથી ગુજરાત માહિતી આયોગ ગાંધીનગરને રજુઆત કરેલ હતી. રાજ્યના માહિતી આયોગમાં આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવતા ધાંધલપુરના તલાટી અને જાહેર માહિતી અધિકારી જયપાલસિંહ આર.ડાભીને આર.ટી.આઈ અંતર્ગત માહિતી આપવામાં ઠાગાઠૈયા કરવા બાબત રાજ્યના માહિતી કમિશ્નર અમૃતભાઈ એ પટેલ રૂા.૫૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરેલ છે તેમજ આ રકમ અંગત ભંડળમાંથી ભરપાઈ કરવા તેમજ ભવિષ્યમાં આર.ટી.આઈ અંતર્ગત અરજદારોને સમય મર્યાદામાં માંગેલ માહિતી આપવા આયોગ દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

Tags :