ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ ઝળક્યા
- આઈપીએસ સ્કૂલનો વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં
સુરેન્દ્રનગર, તા.16 જૂન 2020, મંગળવાર
સમગ્ર રાજ્યમાં તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧૨સામાન્ય પ્રવાહ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ૮૦.૭૨% જેટલું પરિણામ જાહેર થયું છે જેમાં શહેરની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પીઆર મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
જેમાં શહેરનાં નવાં ૮૦ ફુટ પર આવેલ ઈન્ડિયન પબ્લીક સ્કૂલ (આઈપીએસ)માં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સતીષ કરસનભાઈ ટરમટાએ A1 ગ્રેડ મેળવી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે. જ્યારે અન્ય ૨૦ જેટલાં વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. નવા જંકશન વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંસ્થા જ્ઞાાનધારા કલાસીસના વિદ્યાર્થીઓ જયરાજ સાવલીયા, ગૌરાંગ સાવલીયા, અક્ષા માંડલીયા, કૃપાલી પરમાર, મીત પરમાર, ક્રિષ્ના પરમાર, કાર્તિક કાલીયા, અનિલ સાનીયા સહિતનાઓએ શ્રેષ્ઠ પીઆર કલાસીસના સંચાલક સહિત પરિવારનું ગૌરવ વધાર્યું હતું . આ ઉપરાંત ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલ ચાણક્ય વિદ્યાસંકુલના વિદ્યાર્થી સિધ્ધાર્થ મહેશભાઈ સોમપુરાએ ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૮ પીઆર સાથે તાલુકામાં પ્રથમ તેમજ રાજ્યમાં દ્વિતીય નંબર અને પ્રગતી મહેશભાઈ સોમપુરાએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૮૫ પીઆર સાથે તાલુકામાં તૃતીય નંબર તેમજ સમગ્ર રાજ્યમાં ૧૫મો ક્રમ મેળવી માતા-પિતા, સમાજ અને સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધારેલ છે.