સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાંથી કોરોનાના વધુ 6 દર્દીને રજા અપાઇ
- ઝીંઝુવાડા, રતનપર, વઢવાણ તથા વિરમગામના દર્દીઓ સ્વસ્થ થતા વતન પરત મોકલાયા
સુરેન્દ્રનગર, તા.26 જૂન 2020, શુક્રવાર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યાં છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસે માઝા મુકી છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં અંદાજે ૧૧૧ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યાં છે.
આ તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવે છે ત્યારે સારવાર બાદ દર્દીઓમાં કોઈ લક્ષણો ન જણાતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતી હોય છે ત્યારે વધુ ૬ કોરોના પોઝીટીવ દર્દીઓને સરકારી હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૧ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જ્યારે દર્દીઓને સારવાર બાદ કોઈ જ લક્ષણો ન જણાતાં સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે વધુ ૬ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી જેમાં પાટડી તાલુકાના ઝીંઝુવાડાના વતની દિગ્વીજયસિંહ ઝાલા ઉ.વ.૩૧, રતનપર વિસ્તારના રવિભાઈ સોમાભાઈ ઉ.વ.૨૬, નરેશભાઈ રાજુભાઈ ઉ.વ.૨૪, વઢવાણ શહેરનાં રક્ષીતભાઈ ગુડ્ડા, અમદાવાદ જિલ્લાના વિરમગામના પંકજભાઈ શાહ ઉ.વ.૩૮ અને ઈન્દુબેન ભુપતભાઈ શાહ ઉ.વ.૭૦નો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં લક્ષણો ન જણાતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.