હળવદમાં સોમવાર સવારથી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે
- કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ વચ્ચે
- વેપારી મહામંડળનો સામુહિક નિર્ણય : બેઠક યોજી ૩૧ જુલાઇ સુધી અમલ કરવા નક્કી કરાયું
હળવદ, તા. 18 જુલાઇ 2020, શનિવાર
ઓનલાઈન કમીટી મીટીંગ યોજીને તા. ૨૦-૭ થી ૩૧-૭ સુધી સવારથી બપોરના ૨ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે.
વેપારીઓએ સર્વાનુમતે સોમવાર ૨૦-૭ થી બપોરના બે વાગ્યા સુધી પોતાના કોઇપણ ધંધા-રોજગાર ચાલુ રાખી શકશે. ત્યારબાદ સદંતર બંધ રાખશે. તા. ૨૦ જુલાઇથી ૩૧ જુલાઇ સુધી આ નિર્ણય વેપારી મહામંડળ દ્વારા સ્વૈચ્છિક રીતે લેવામાં આવ્યો છે, વેપારીઓ સાથે ઓનલાઇન બેઠક યોજાઇ હતી, હાલમાં હળવદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતા જાય છે, ત્યારે આજે હળવદ વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ ઓનલાઇન ચર્ચા કરી જેમાં તા. ૨૦ જુલાઇથી તા. ૩૧ જુલાઇ સુધી સર્વાનુમતે વેપારી મહામંડળે નિર્ણય લઇને સ્વેચ્છાએ બપોરના બે વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખવાનું જાહેર કર્યું છે.
તેમજ વેપાર-ધંધાના સમય દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું તેમજ માસ્ક પહેરવા અપીલ કરાઇ છે. જ્યારે આવશ્યક મનાતી ચીજવસ્તુઓ દૂધ તેમજ મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રહેનાર છે.
કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શહેરના તમામ વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને હળવદ વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઇ પટેલ, તમામ વેપારીઓ દ્વારા સર્વાનુમતે સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે.