Get The App

વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સો 2.85 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

- ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુરની સીમમાં

- એલસીબીએ રેડ કરી રૂા. ૭૯,૭૯૦, કાર-મોબાઈલ સહિત ઝડપી લઇ તપાસ હાથ ધરી : એક જુગારી ફરાર

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સો 2.85 લાખના મુદ્દામાલ સાથે પકડાયા 1 - image


ધ્રાંગધ્રા, તા. 21 જુલાઇ 2020, મંગળવાર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી જિલ્લામાંથી ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ નાબુદ કરવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવા એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતનાઓને સુચનાઓ આપી હતી. જેના ભાગરૂપે એલસીબી પીએસઆઈ વી.આર.જાડેજા સહિતના સ્ટાફે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન બાતમીના આધારે દિલુભા રમુભા પરમાર (આર્મીવાળા) રહે.મુળીવાળાની માલીકીની સજ્જનપુર ગામની સીમમાં સારણીયું નામે ઓળખાતી વાડી જે રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ ગોવિંદભાઈ ગમારા (ભરવાડ) રહે.સજ્જનપુર તા.ધ્રાંગધ્રાવાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળી છેલ્લા ૧૦ વર્ષથી ઉધ્ધડ વાવવા રાખેલ છે અને આ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગુડદી પાસાનો જુગાર રમાડી નાળ ઉધરાવતાં હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી. જે દરમ્યાન ૭ શખ્સો (૧) રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ ગોવિંદભાઈ ગમારા ઉ.વ.૩૨, રહે.સજ્જનપુર (૨) સંજયભાઈ રામાભાઈ મેવાડા ભરવાડ ઉ.વ.૨૬, રહે.ધ્રાંગધ્રા (૩) ગૌતમભાઈ ભીમાભાઈ મેવાડા  ભરવાડ ઉ.વ.૩૦, રહે.ધ્રાંગધ્રા (૪) ગૌતમભાઈ ખીમાભાઈ મેવાડા ભરવાડ ઉ.વ.૩૭, રહે.ધ્રાંગધ્રા (૫) મેપાભાઈ નાનુભાઈ મુંધવા ભરવાડ, ઉ.વ.૩૦, રહે.ધ્રાંગધ્રા (૬) રમેશભાઈ ભગવાનભાઈ જખવાડીયા ઉ.વ.૨૫, રહે.ધ્રાંગધ્રા અને (૭) સંજયભાઈ અરજણભાઈ સુસરા ભરવાડ ઉ.વ.૨૮, રહે.ધ્રાંગધ્રાવાળાને ગુડદી પાસાનો જુગાર રમાડી અખાડો ચલાવી રોકડ રૂા.૭૯,૭૯૦ તથા મોબાઈલ ફોન નંગ-૬ કિંમત રૂા.૫,૫૦૦ તથા કાર કિંમત રૂા.૨,૦૦,૦૦૦ સહિત કુલ રૂા.૨,૮૫,૨૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં. જ્યારે અન્ય એક આરોપી વિરમભાઈ કોળી રહે.હરિપર તા.ધ્રાંગધ્રાવાળો નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

 જ્યારે પોલીસે તમામ આરોપીઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags :