Get The App

રાષ્ટ્રીયપક્ષી મોર સાથે ટિકટોક વીડિયો બનાવનાર 2 સગીરો સામે કાર્યવાહી

- સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં

- બંનેએ મોર સાથે મોબાઇલમાં વીડિયો બનાવી વાયરલ કરતા વન વિભાગે પગલાં લીધા

Updated: Jul 8th, 2020

GS TEAM

Google News
Google News
રાષ્ટ્રીયપક્ષી મોર સાથે ટિકટોક વીડિયો બનાવનાર 2 સગીરો સામે કાર્યવાહી 1 - image


સુરેન્દ્રનગર, તા.8 જુલાઈ 2020, બુધવાર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે સગીર વયના બાળકોએ મોર સાથે મોબાઈલમાં વીડીયો બનાવી તેને ટીકટોક એપ પર મ્યુઝિક સાથે અપલોડ કરેલ હતો. જે ધ્યાને આવતા વન વિભાગે સગીર બાળકો સામે કાયદેસરની કાર્યવાહી શરૃ કરેલ છે.

મોર વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટ ૧૯૭૨માં શેડયુલ-૧ નો દરજ્જો ધરાવે છે. વધુમાં મોર રાષ્ટ્રીય પક્ષી પણ છે. ત્યારે તેની કોઈ પણ પ્રકારે પજવણી કરવીએ અન્વયે ગુનો બને છે.  આ કિસ્સામાં બે સગીર બાળકો કાયદાના સંઘર્ષમાં આવેલ છે. વિન વિભાગ દ્વારા લોકોને અનુરોધ કરાયો છે કે, કોઈપણ વન્ય પશુ/પક્ષીઓને પકડવા, બંધન અવસ્થામાં રાખવા-મારવા, ઝેર આપવા, જાળમાં ફસાવવા અને ફાંસલામાં નાખવાનો કે તેમ કરવાનો દરેક પ્રયત્ન (પ્રયત્નો નિષ્ફળ જાય તો પણ તે શિકાર કર્યા સમાન ગણાશે) તેમજ તગડવાનો, ભગાડવાનો, ઈજા કરવાનો, મારી નાખવાની અથવા અંગચ્છેલના કૃત્યો કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નાયબ વન સંરક્ષક સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Tags :