સુરેન્દ્રનગર, તા. 28 જુલાઈ 2020 સોમવાર
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઇ નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં લોકો આવે છે. ઇતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં કુંડમાં સ્નાન થશે નહીં.
સુરેન્દ્રનગરના તરણેતર ત્રિનેત્રેશ્વર મંદિરના કુંડમાં સ્નાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ-ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો રાજકોટનો પ્રખ્યાત મેળો આ વર્ષે યોજવામાં નહીં આવે. પાંચ દિવસના પરબલાનો આ મેળો છેલ્લા 50 વર્ષથી અવિરત યોજવામાં આવે છે ત્યારે આ વખતે આ મેળો કોરોનાને કારણે કેન્સલ કરવાને લઇને નિર્ણય લેવામાં આવ્યો હતો.


