- કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંધ શેખાવતે નમો કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
- ચુંટણી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક પણ કરી હતી.
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આગામી લોકસભાની ચૂંટણીની ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે સરકારના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતજી અલગ અલગ જગ્યાએ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંઘનું લીંબડી ખાતે આગમન થયું હતુ જ્યાં તેઓએ જાખણ ગામે આવેલ રામકૃષ્ણ મિશન સંચાલિત મંદિર અને લીંબડી નિંબાર્ક પીઠ મોટામંદિરના દર્શન કર્યા હતા અને સંતો મહંતોના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંઘએ સુરેન્દ્રનગર રતનપર બાયપાસ રોડ પર આવેલ જીલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને જીલ્લાભરના સહકારી ક્ષેત્રના આગેવાનો, ડેરીના આગેવાનો, મંડળીઓ, ગુજકોમાસોલ, એ.પી.એમ.સી.ના આગેવાનો તેમજ વેપારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કેન્દ્રીય મંત્રીએ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચાઓ કરી હતી અને સૂચનો લઈ ઉપસ્થિત આગેવાનોને યોગ્ય જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ આગામી ચૂંટણીમાં સુરેન્દ્રનગર સહિત તમામ ૨૬ બેઠકો પર ભાજપને વિજય બનાવી ૪૦૦ પાર સીટ મેળવવા હાકલ કરી હતી. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત જીલ્લાભરના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.


