વિરમગામમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો : 11 પકડાયા, 2 ભાગી છૂટયા
- ઝંડા ચોક વિસ્તારમાં ત્રાટકી પોલીસે રૃપિયા 86,500 ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી
વિરમગામ, તા.15 જુલાઈ 2020, બુધવાર
વિરમગામ ઝંડાની મસ્જિદ પાસે રહેતા અબ્દુલભાઈ પોતાના રહેણાંકના મકાનમાં પહેલા માળે બહારગામથી જુગારીઓને બોલાવી પોતાના મકાનમાં નાળ ઉઘરાવી જુગાર રમતા રમાડતો હોવાની બાતમી વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ગોહિલને મળી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય. એ. પરમાર, એ.એસ.આઇ. વિક્રમસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડતા ૧૧ જુગારીઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. બે આરોપીઓ ફરાર થવામાં સફળ થયા હતા.
ઝડપાયેલા આરોપી અબ્દુલ્લાભાઈ ઇકબાલભાઈ સિપાઈ, અજીત ઠાકોર, મુઝ્ફફરમિયા મલેક, હુસેનભાઈ કછોટ, મયુદ્દીન મનસુરી, મોમણ ભરવાડ, નાનાભાઈ પટેલ, નજીર વેપારી, આસિફ વોરા (ફરાર) અને સત્તાર વોરા (ધોળકા, ફરાર) સામે કાર્યવાહીહાથ ધરી હતી.
આરોપી પાસેથી અંગજડતી લેતાં અને દાવ ઉપરથી રોકડ રકમ કુલ ૮૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે ફરારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.