Get The App

પાટડીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ : ધારાસભ્ય-કાર્યકરોની અટકાયત

- વિજય ચોકથી મામલતદાર કચેરી સુધી બળદ ગાડામાં જઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા અટકાયત થઈ

Updated: Jun 29th, 2020

GS TEAM

Google News
Google News
પાટડીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ : ધારાસભ્ય-કાર્યકરોની અટકાયત 1 - image


પાટડી, તા.29 જૂન 2020, સોમવાર

સરકાર દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો કરી સામાન્ય માણસની કમર તોડી નાંખ છે અને છેલ્લા બે મહિનાથી રાંધણગેસમાં મળતી સબસીડી પણ સરકાર હડપ કરી ગઈ છે ત્યારે પાટડી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

 જેમાં દસાડા-લખતરના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની આગેવાનીમાં પાટડી વિજય ચોકથી મામલતદાર કચેરીએ બળદગાડામાં બેસી આવેદન પત્ર આપવા જતાં રસ્તામાં ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરી મોંધવારી ઘટાડવાના સુત્રો બોલતા હતાં તે દરમ્યાન મામલતદાર કચેરીએ પહોંચ્યા પહેલા જ રસ્તામાંથી ધારાસભ્યની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં કાર્યકરો રસ્તામાં બેસી ગયાં હતાં. જેથી પોલીસ દ્વારા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી જ્યારે આ મામલે ધારાસભ્ય નૌશાદભાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે કોરોનાની મહામારીમાં ગરીબ મધ્યમલોકો સહાય આપવાને બદલે મોંધવારી ડિઝલ-પેટ્રોલમાં ભાવવધારી ગરીબોની મજાક કરવામાં આવી છે અને વિપક્ષ તરીકે વિરોધ કરવા જતાં લોકશાહીનો હનન કરી અટકાયત કરી પ્રજા સાથે અન્યાય કરેલ છે. જ્યારે આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના વિક્રમભાઈ રબારી, લાલભાઈ પટેલ, પરમાભાઈ, વિનોદભાઈ, ભક્તિગીરી, ફારૃકખાનજી સહિત કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો.

Tags :