વિરમગામ શહેર અને તાલુકામાં કોરોના પોઝિટિવના 7 કેસ મળતા ફફડાટ
- કોરોનાનો પગપેસારો ખતરનાક નીવડયો
- વિરમગામમાંથી પાંચ અને તાલુકામાંથી બે કેસ મળ્યા તમામને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા
વિરમગામ, તા. 13 જૂન 2020, શનિવાર
કોરોના વાઇરસના પોઝિટિવ કેસો ખૂબ જ વધી રહ્યા છે. વિરમગામ શહેર માટે ચિંતાજનક છે. વિરમગામ શહેર અને તાલુકા પંથકમાંથી કોરોના પોઝિટિવ શહેરમાંથી ૫ અને ગ્રામ્યમાં ૨ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને નગરજનો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરાના વાઇરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધાવો થઇ રહ્યો છે ત્યારે વિરમગામ શહેરમાં આજે પાંચ નવા કેસો સામે આવ્યા છે. વિરમગામ શહેરના અરિહંત રેસીડન્સી ખાતે ૬૬ વર્ષીય મહિલા, નવકાર સોસાયટી ખાતે ૪૩ વર્ષીય પુરૃષ, મોટા વ્હોરવાડના ૫૫ વર્ષીય મહિલા, કાસમપુરા ખાતે ૩૩ વર્ષીય યવક, કટારવાડા ખાતે ૫૫ વર્ષીય મહિલા, તાલુકાના સચાણા ખાતે ૨૮ વર્ષીય યુવક, થોરી મુબારકમાં ૫૨ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. વિરમગામ નગરપાલિકા દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં સેનેટાઇઝરની કામગીરી શરૃ કરવામાં આવી હતી. વિરમગામ શહેર અને તાલુકામાં દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે.