થાન-ચોટીલામાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું
- કોરોનાનો ફૂંફાડો : 24 કલાકમાં કેસ અચાનક વધી ગયા
- થાનમાં ૧૫, ચોટીલા ગ્રામ્યમાં ૧૭ સહિત સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડી, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી, લખતર તાલુકામાં પણ પોઝિટિવ કેસો મળતા સરકારી તંત્રમાં દોડધામ વધી ગઈ
સુરેન્દ્રનગર, ચોટીલા,પાટડી, લીંબડી, ધ્રાંગધ્રા, તા. 25 જુલાઇ 2020, શનિવાર
સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં દરરોજ સરેરાશ ૩૦થી વધુ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે.
સિરામિક નગરીમાં થાનગઢ શહેરના ૧૫ કેસ જ્યારે ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૭ કેસ પોઝિટિવ આવેલ છે બંને તાલુકામાંથી એક જ દિવસમાં ૩૨ની સંખ્યા પહોંચતા ચોટીલા અને થાનગઢ વિસ્તાર ભરડામાં સપડાયેલ છે.
ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગના કરાયેલ ટેસ્ટ દરમિયાન લાખણકા, મઘરીખડા, ઢોકડવા, આણંદપુર ગામડામાંથી ૧૭ પોઝિટિવ કેસો સામે આવતા નાના ગામડામાં કોરોનાનો ભરડો પહોંચી ગયો હોવાનું બહાર આવતા તંત્ર ચોંકી ઉઠયું છે. જાણવા મળ્યા મુજબ લાખણકા ગામે મધુબેન સંજયભાઇ પરમાર, ગીતાબેન વિષ્ણુદાસ દેસાણી અનિલ, વિઠ્ઠલભાઈ જોગરાજીયા, કાજલ વનરાજ ભાઇ જોગરાજીયા, મઘરીખડા ગામનાં સગરામભાઇ મનજીભાઈ જાંબુડયા, મધુબેન ગોરધનભાઈ, સુરેશ મેહુલભાઈ ભરાડીયા, રામાભાઇ સવસીભાઇ, આણંદપુરના કુલસમબેન ઈકબાલભાઈ વડીયા, ઢોકળવા ગામના રહેવાસી રામભાઈ દેવજીભાઈ, ઓઘડભાઇ રત્નાભાઈ, રૂપાભાઈ દેવરાજ ગઢવી, રાજી ખીમાભાઈ, નારાયણભાઈ મનસુખભાઈ ગઢવી, મહેદી પોલાભાઈ બથવાર હંસાબેન ભુપતભાઈ ભરાડીયા, શિલ્પાબેન મનજી ભાઈ બથવારનો સમાવેશ થાય છે.
ચોટીલા અને થાનગઢમાં ૩૨ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર હાલ તમામ પોઝિટિવ દર્દીઓને તેઓને મેડીકલ કીટ આપી તમામ દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેટ કરવામાં આવેલ છે. થાનગઢ શહેરમાં ચાર દિવસમાં ૩૦ પોઝિટિવ આવતા સમગ્ર શહેરનાં તમામ મકાનોને સૈનીટાઇઝર કરવા માટે ૨૮ કર્મચારીઓની વોર્ડ વાઇઝ પાલિકા દ્વારા દોડાવવામાં આવેલ છે. જ્યારે જીલ્લા કલેકટર કે. રાજેશ, પ્રાંત અધિકારી આર બી અંગારી સહિતના થાનગઢ દોડી ગયેલ હતા.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને દરરોજ સરેરાશ અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જેમાં શહેર અને વઢવાણ તાલુકામાં (૧) અંબિકા પાર્કમાં ૬૪ વર્ષના પુરૂષ (૨) જુના જંકશન પારસ સોસાયટીમાં ૫૩ વર્ષના પુરૂષ (૩) જુના જંકશન પારસ સોસાયટીમાં ૪૬ વર્ષની મહિલા (૪) વઢવાણના અણીન્દ્રામાં ૪૩ વર્ષની મહિલા (૫) ૮૦ ફુટ રોડ શારદા સોસાયટીમાં ૬૮ વર્ષના પુરૂષ (૬) ૮૦ ફુટ રોડ શારદા સોસાયટીમાં ૬૫ વર્ષની મહિલા (૭) ૮૦ ફુટ રોડ શારદા સોસાયટીમાં ૩૪ વર્ષની મહિલા (૮) વઢવાણના અણીન્દ્રામાં ૨૨ વર્ષના યુવક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં (૯) થાનના નવોવાસમાં ૬૨ વર્ષના પુરૂષ (૧૦) થાનના નવોવાસમાં ૫૮ વર્ષની મહિલા (૧૧) થાનના નવોવાસમાં ૪૪ વર્ષની મહિલા (૧૨) થાનના નવોવાસમાં ૩૨ વર્ષના યુવક (૧૩) થાનના નવોવાસમાં ૧૭ વર્ષનો યુવક (૧૪) થાનના નવોવાસમાં ૧૪ વર્ષનો યુવક (૧૫) થાન શહેરી વિસ્તારમાં ૪૦ વર્ષના પુરૂષ (૧૬) થાન જય અંબે સોસાયટીમાં ૩૩ વર્ષનો યુવક (૧૭) થાન હરિનગરમાં ૩૨ વર્ષનો યુવક (૧૮) થાન હરિનગરમાં ૩૨ વર્ષની મહિલા (૧૯) થાન જય અંબે સોસાયટીમાં ૩૨ વર્ષનો યુવક (૨૦) થાન બ્લોક ઓફીસર વિસ્તારમાં ૨૨ વર્ષની યુવતી (૨૧) થાન હરિનગરમાં ૮ વર્ષના બાળક (૨૨) થાન શહેરી વિસ્તારમાં ૨૨ વર્ષનો યુવક જ્યારે (૨૩) પાટડીના જરવલા ગામનાં સોનલબેન ઠાકોર ઉ.વ.૨૦ (૨૪) પાટડીના જરવલા ગામનાં કાજલબેન પટેલ ઉ.વ.૨૦ (૨૫) ચુડાના જોબાળામાં ૨૫ વર્ષના યુવક (૨૬) ધ્રાંગધ્રાના ધોળીમાં ૫૨ વર્ષની મહિલા (૨૭) લીંબડી શહેરી વિસ્તારમાં ૨૦ વર્ષની યુવતી (૨૮) લખતર વડવાળી શેરીમાં ૩૨ વર્ષના યુવક (૨૯) પીયાવામાં ૩૦ વર્ષના યુવક (૩૦) દેવીપુજક શેરીમાં ૨૧ વર્ષની યુવતી (૩૧) ભરવાડ શેરીમાં ૨૫ વર્ષની યુવતી (૩૨) શિવઆશિષ સોસાયટીમાં ૫૦ વર્ષના પુરૂષ (૩૩) હવેલી શેરીમાં ૬૪ વર્ષના પુરૂષ (૩૪) સોની શેરીમાં ૬૬ વર્ષની મહિલા (૩૫) રામગઢમાં ૫૨ વર્ષના પુરૂષને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૬૫૯ ઉપર પહોંચ્યો હતો.
તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં અને આરોગ્ય વિભાગની ટીમે કોરોના પોઝીટીવ દર્દીઓના વિસ્તારોમાં જઈ ક્વોરન્ટાઈન, કન્ટેનમેન્ટ ઝોન, બફર ઝોન સહિતની કામગીરી હાથધરી હતી.
સાણંદ તાલુકામાં કોરોનાના વધુ બે કેસ મળ્યા, કુલ આંક ૨૭૬
સાણંદ તાલુકામાં આજે બે કેસ કોરોના પોઝિટિવ આવ્યા જે સાથે સાણંદ તાલુકામાં કુલ કેસની સંખ્યા ૨૭૬ થઈ. સાણંદ શહેર અને ગ્રામ્યમાં ૨ પોઝિટિવ આવતા તંત્રએ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
શનિવારે સાણંદ શહેરમાં ભગવતી સોસાયટીમાં ૭૬ વર્ષીય વૃદ્ધ મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તાલુકાના સનાથલ ગામે ૨૬ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. આમ સાણંદમાં અને ગ્રામ્યમાં એક એક કેસ પોઝિટિવ આવ્યા છે.