Get The App

સાણંદ શહેર-તાલુકામાં કોરોનાનો પ્રકોપ યથાવત : વધુ 8 કેસ નોંધાયા

- લોકલ સંક્રમણથી કોરોનાની બીમારીનો વ્યાપ વધ્યો

- શહેરમાં છ કેસ : તાલુકાના પલવાડા અને મનીપુર ગામે બે યુવાનો કોરોનામાં સપડાયા : તમામ વિસ્તારને સેનેટાઈઝ કરાયા

Updated: Jun 12th, 2020

GS TEAM

Google News
Google News
સાણંદ શહેર-તાલુકામાં કોરોનાનો પ્રકોપ યથાવત : વધુ 8 કેસ નોંધાયા 1 - image


સાણંદ, તા.  12 જુન 2020, શુક્રવાર

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં કોરોનાનો ભરડો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે શુક્રવારે શહેર-તાલુકામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં સાણંદ શહેરમાં છ અને પલવાડા અને મનીપુરમાં એક એક કેસ નોંધાતા તમામ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.

સાણંદમાં કોરોનાનાં કેસ વધતા જ જાય છે રોજ કેસોની સંખ્યામાં વધારો નોંધયો છે. પોઝિટિવ કેસની સંખ્યા સોને વટાવી ગઈ છે. લોકો બહાર નીકળ તા ગભરાય છે તંત્રની પણ મુશ્કેલીઓ વધી છે. 

સાણંદના શુભમ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા ૩૩ વર્ષીય મહિલાના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાણંદ ટપાલ ચોક વિસ્તારમાં ૫૭ વર્ષીય આધેડ મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કુમકુમ સોસાયટીમાં ૫૬ અને ૪૫ વર્ષીય બે પુરુષોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

સાકાર સ્પર્શમાં રહેતા ૪૨ વર્ષીય પુરુષને કોરોનાનું સંક્રમણ થયું તેમજ મહેશ્વરી સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય વૃદ્ધ મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ એક દિવસમાં સાણંદ શહેરમાં ૬ પોઝિટિવ કેસ પોઝિટિવ નોંધાયા છે. બીજી તરફ સાણંદ તાલુકાના પલવાડા ગામે વણકરવાસમાં પરિવાર સાથે રહેતા ૩૭ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. મનીપુર ગામે આવેલ સંસ્કાર વીલામાં રહેતા ૩૧ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ વિસ્તારને સૅનેટાઇઝ કરાયા છે અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. 

Tags :