Get The App

પાટડી શહેર અને તાલુકામાં માસ્ક નહીં પહેરનારા સામે પોલીસે લાલ આંખ કરી

- કોરોનામાં માસ્ક પહેરવું ફરજિયાત છતાં

- બે દિવસમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ પાસે રૃા. ૧૬ હજારનો દંડ વસૂલાયો

Updated: Jun 21st, 2020

GS TEAM

Google News
Google News
પાટડી શહેર અને તાલુકામાં માસ્ક નહીં પહેરનારા સામે પોલીસે લાલ આંખ કરી 1 - image


પાટડી, તા. 21 જૂન 2020, રવિવાર

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા શરૃઆતથી જ લોકડાઉન તેમજ અનલોક-૧ દરમ્યાન દરેક લોકોને મોઢા પર ફરજીયાત માસ્ક પહેરવું જાહેરમાં થુંકવું નહીં સહિતની બાબતોનો કડક અમલ થાય તે માટે સુચનાઓ આપવામાં આવી છે જેના ભાગરૃપે તાજેતરમાં પાટડી ખાતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથધરવામાં આવી હતી અને માસ્ક પહેર્યા વગર ફરતાં લોકો સહિત વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે જિલ્લામાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે જેને ધ્યાને લઈ સરકારે અગાઉ લોકડાઉન ૧ થી ૩ જાહેર કર્યું હતું તેમજ હાલ અનલોક-૧ ચાલી રહ્યું છે ત્યારે શરૃઆતથી જ સરકાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી દરેક લોકોને ફરજીયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું અને સેનેટાઈઝેશન સહિતની ગાઈડ લાઈનનું પાલન કરવા સુચનાઓ આપવામાં આવી છે . પરંતુ તેમ છતાંય જિલ્લાના પાટડી શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં નિયમોનું ઉલંધ્ધન કરી લોકો બિન્દાસ ફરતાં હોવાની  વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ પાટડી પોલીસે ચાર રસ્તા પર ચેકીંગ હાથધર્યું હતું અને રોડની બંન્ને બાજુથી માસ્ક પહેર્યા વગર નિકળતાં લોકો સહિત વાહનચાલકોને ઉભા રાખી વ્યક્તિ દીઠ રૃા.૨૦૦નો દંડ પણ વસુલવામાં આવ્યો હતો અને છેલ્લા બે-ત્રણ દિવસમાં અંદાજે ૮૦ જેટલાં લોકો પાસેથી નિયમોના ઉલંધ્ધન બદલ અંદાજે ૧૬,૦૦૦ જેટલી રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ પાટડી ચાર રસ્તા પર પોલીસને જોતા જ માસ્ક વગર નિકળતાં લોકો ભાગતાં નજરે પડયાં હતાં આમ પોલીસની આ શરહાનીય કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી અને કાયમ આ પ્રકારની જ કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

Tags :