બાવળા તાલુકાના ગાંગડ ગામે વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે 2 શખ્સો પકડાયા
- પોલીસે દારૂ, મોબાઇલ, કાર સહિત રૂા. ૧.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : અન્ય એક આરોપીની સંડોવણી ખુલી
બગોદરા, તા.21 જૂન 2020, રવિવાર
અમદાવાદ રેન્જ આઈજી ડી.બી.વાઘેલા તથા ગ્રામ્ય પોલીસ અધીક્ષક આર.વી.અસારી દ્વારા જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓને રોકવા જરૃરી સુચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૃપે ધોળકા એસએસપી નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ બગોદરા પીએસઆઈ એમ.પી.ચૌહાણ સહિતના સ્ટાફે ગાંગડ ગામે કુબલીયાફળીમાં રહેતો મેહુલભાઈ વિઠ્ઠલભાઈ જાદવ પોતાના ઘેર કારમાંથી ઈંગ્લીશ દારૃ ઉતારતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી.
જેમાં મેહુલભાઈ વિઠ્ઠલભાઈ જાદવના ઘરમાંથી બીયર ટીન નંગ-૭૨ કિંમત રૃા.૭,૨૦૦ તથા અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ-૬૦ કિંમત રૃા.૧૮,૦૦૦ તથા મોબાઈલ નંગ-૨ કિંમત રૃા.૫,૦૦૦ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને વધુ પુછપરછ કરતાં આ મુદ્દામાલ પોતાના સબંધી રાજુભાઈ જશુભાઈ કો.પટેલ તથા જશુભાઈ છગનભાઈ કો.પટેલ રહે.મીઠ્ઠાપુર તા.બાવળાવાળા પાસેથી લાવેલ હોવાનું બહાર આવતાં તેમનાં ઘેર જઈ પણ રેઈડ કરતાં ઘરમાંથી કાર અને બીયર ટીન નંગ-૧૫૯ કિંમત રૃા.૧૫,૯૦૦ તથા અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ-૬૦ કિંમત રૃા.૧૮,૦૦૦ તથા કાર કિંમત રૃા.૫૦,૦૦૦ મળી કુલ રૃા.૧,૧૪,૧૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો તેમજ બે આરોપીઓ મેહુલભાઈ વિઠ્ઠલભાઈ જાદવ રહે.ગાંગડ તા.બાવળા તથા જશુભાઈ છગનભાઈ ગોહિલ રહે.મીઠાપુર તા.બાવળાવાળાને ઝડપી પાડયાં હતાં જ્યારે અન્ય આરોપી રાજુભાઈ જશુભાઈ ગોહિલ રહે.મીઠાપુરવાળાને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને ત્રણેય વિરૃધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.