ધોળકા તાલુકામાં કોરોનાનો સપાટો વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા
- ધોળકા શહેર ઉપરાંત ધોળી ગામે ચિરીપાલ ગુ્રપની સીઆઈએલમાં ૮ જણાને કોરોના
બગોદરા, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે બાવળા, બગોદરા અને ધોળકા તાલુકામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ધોળકા તાલુકામાં વધુ ૧૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં.
ધોળકા તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી ત્યારે ધોળકા તાલુકામાં વધુ ૧૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં ધોળકા શહેરી વિસ્તારનાં વિરાટનગર, મહાલક્ષ્મીની પોળ, ખત્રીઢાળ વિસ્તારમાં ૩ વ્યક્તિઓ અને ધોળકા તાલુકાના ધોળી ગામે આવેલ ચીરીપાલ ગૃપમાં આવેલ સીઆઈએલમાં એક સાથે ૮ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ તમામ દર્દીઓને બગોદરા ૧૦૮ના પાયલોટ પ્રેમજીભાઈ, ઈએમટી રોહન દુલેરા દ્વારા હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યારે એકસાથે ૮ કેસ પોઝીટીવ આવતાં કામદારોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તેમજ આ સાથે ધોળકા તાલુકાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૩૩૭ ઉપર પહોંચ્યો હતો.