Get The App

પાટડીમાં લારીઓ વૈકલ્પિક જગ્યાએ ખસેડાતા શાકભાજીવાળાઓનો હલ્લાબોલ

- તંત્રએ દંડ વસૂલી બગીચામાં ખસેડી દેતા ૧૦૦ લારીવાળાઓ પાલિકામાં ધસી ગયા

Updated: Jun 17th, 2020

GS TEAM

Google News
Google News
પાટડીમાં લારીઓ વૈકલ્પિક જગ્યાએ ખસેડાતા શાકભાજીવાળાઓનો હલ્લાબોલ 1 - image


પાટડી, તા.17 જૂન 2020, બુધવાર

પાટડી શહેરની બજારમાં રોડ પર ઉભા રહેતાં શાકભાજી તથા અન્ય ધંધાર્થીઓ અને લારીઓવાળાની હાલત લોકડાઉન દરમ્યાન કફોડી બની છે જેમાં શાકભાજીને બાદ કરતાં અન્ય લારીઓવાળાના ધંધા રોજગાર છેલ્લા અઢી મહિનાથી બંધ છે.

તંત્ર દ્વારા લોકડાઉનને ધ્યાને લઈ રસ્તા પર ઉભા રહેતાં શાકભાજીની લારીઓવાળાને પાટડી નગરપાલિકાના બગીચાની જગ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકોને એક જ જગ્યાએથી તમામ શાકભાજી મળી રહે પરંતુ અમુક શાકભાજીની લારીઓવાળાને વેપાર ન થતાં ફરી રસ્તા પર આવી જતાં હતાં.

જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા તેઓની પાસેથી દંડ વસુલી ફરી પાછા વૈકલ્પિક જગ્યાએ ખસેડવામાં આવતાં હતાં આમ તંત્ર અને લારીઓવાળા વચ્ચે ઘર્ષણ થતાં લારીઓવાળા કંટાળી ગયાં હતાં.

 ત્યારે ફરી તંત્ર દ્વારા લારીઓને વૈકલ્પિક જગ્યાએ ખસેડાતા અંદાજે ૧૦૦ જેટલાં લારીઓવાળાને પાટડી નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતાં અને હલ્લા બોલ કર્યો હતો તેમજ કાયમી ગામની નજીક જગ્યા આપવાની રજુઆત કરી હતી. આથી પાલિકા પ્રમુખ સુરેખાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ચેતનભાઈ શેઠ, મહામંત્રી રાજુભાઈ પાટડીયા, દિલીપભાઈ ઠાકોર સહિતનાઓ દોડી આવ્યાં હતાં અને લોકોની રજુઆત સાંભળી પાટડી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ જગ્યામાં લારીઓ ઉભી રાખવાની સંમતી આપતાં મામલો થાળે પડયો હતો અને આ જગ્યા પર તેમજ બગીચાની જગ્યા પર લારીઓ ઉભી રાખવાની સંમતી પાલિકા પ્રમુખે આપી હતી જેથી લારીઓવાળાને આ જગ્યા પર ઉભા રહેવાની સંમતી દર્શાવી હતી.

Tags :