Get The App

જિલ્લામાં 15મી જૂનથી રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

- ૨૪ જૂન સુધી વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો ચણાનું વિતરણ થશે

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
જિલ્લામાં 15મી જૂનથી રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે 1 - image


સુરેન્દ્રનગર, તા. 13 જુન 2020, શનિવાર

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીના કારણે પડતી હાલાકીને ધ્યાને લઈ રેશનકાર્ડ ધારકોને છેલ્લા બે મહિનાથી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકારની સુચના મુજબ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના કુલ ૨.૩૨લાખ એએવાય, પીએચએચ તથા નોન એનએફએસએ, બીપીએલ રેશનકાર્ડ ધારકોને આગામી તા.૧૫-૬-૨૦૨૦ને સોમવારથી તા.૨૪-૬-૨૦૨૦ સુધી સસ્તા અનાજની દુકાનેથી વ્યક્તિદીઠ ૩.પ કિલો ઘઉ, ૧.પ કિલો ચોખા તથા કાર્ડ દીઠ ૧ કિલો ચણાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે.

આ અંગે મળતી માહિતી મુજબ એએવાય, પીએચએચ તથા નોન એનએફએસએ, બીપીએલ રેશનકાર્ડ ધારકો પૈકી જે કાર્ડધારકના રેશનકાર્ડનો છેલ્લો અંક ૧ હોય તેમણે તા.૧૫-૬-૨૦૨૦ ના રોજ, છેલ્લો આંક ર હોય તેમણે તા.૧૬-૬-૨૦૨૦, છેલ્લો આંક ૩ હોય તેમણે તા.૧૭-૬-૨૦૨૦, છેલ્લો આંક ૪ હોય તેમણે તા.૧૮-૬-૨૦૨૦ર૦, છેલ્લો આંક પ હોય તેમણે તા.૧૯-૬-૨૦૨૦, છેલ્લો આંક ૬ હોય તેમણે તા. ૨૦-૬-૨૦૨૦, છેલ્લો આંક ૭ હોય તેમણે તા.૨૧-૬-૨૦૨૦, છેલ્લો આંક ૮ હોય તેમણે તા.૨૨-૬-ર૦ર૦, છેલ્લો આંક ૯ હોય તેમણે તા.૨૩-૬-ર૦ર૦ અને છેલ્લો આંક ૦ હોય તેમણે તા.૨૪-૬-ર૦ર૦ના રોજ અનાજનો જથ્થો મેળવવાનો રહેશે.

 તેમજ  અનિવાર્ય સંજોગોને કારણે જો કોઈ રેશનકાર્ડ ધારક આ તારીખોમાં જથ્થો મેળવી ન શકે તો તેઓએ તા. ૨૫-૬-૨૦૨૦ના રોજ જથ્થો મેળવવાનો રહેશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગત એપ્રિલ માસનું ચણાદાળ/ચણાનું વિતરણ પણ સાથે કરવામાં આવશે. દરેક રેશનકાર્ડ ધારકોએ કાર્ડ દીઠ એક જ વ્યક્તિએ જવાનું રહેશે તેમજ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ વધુમાં ખરેખર જરૃરીયાતમંદ લોકોને મદદરૃપ થઈ શકાય તે માટે જિલ્લાના રેશનકાર્ડ ધારકોને તેમને મળનાર રાશનનો જથ્થો જરૃર ન હોય તો સ્વેચ્છાએ જતો કરવા પણ જિલ્લા પુરવઠા અધિકારીને એક યાદીમાં જણાવાયું છે.

Tags :