Get The App

ધોળકાના પીસાવાડા ગામ પાસેથી આઠ પશુઓને કતલખાને ધકેલાતા બચાવાયા

- પોલીસે પશુઓને પાંજરાપોળ મોકલી બે ગાડી સહિત રૂા. ૨.૫ લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની અટક કરી

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
ધોળકાના પીસાવાડા ગામ પાસેથી આઠ પશુઓને કતલખાને ધકેલાતા બચાવાયા 1 - image


બગોદરા, તા. 26 જુલાઇ 2020, રવિવાર

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર ગેરકાયદેસર રીતે પશુઓ સહિત અબોલ જીવોને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાના અથવા અન્ય જિલ્લામાં હેરાફેરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકાના પીસાવાડા ગામ પાસેથી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ૮ જેટલાં પશુઓ સહિતના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા રૂરલ પોલીસ સ્ટાફે તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકાના પીસાવાડા ગામેથી ઈંગોલી તરફ આવતી  બે બોલેરો પીકઅપ ગાડી શંકાસ્પદ હાલતમાં નજરે પડતાં તેને રોકી તલાસી લેતાં બંન્ને ગાડીમાં ભેંસ-પાડા નંગ-૪, પાડી નંગ-૩ તથા ભેંસ નંગ-૧ મળી કુલ ૮ પશુઓને ક્રુરતાપૂર્વક દરોડાવડે ઘાસચારો તથા પીવાના પાણીની સગવડતા વગર બાંધેલી હાલતમાં ઝડપી પાડયાં હતાં. જ્યારે પોલીસે બંન્ને ગાડી કિંમત રૂા.૨,૦૦,૦૦૦ તથા ૮ પશુઓ કિંમત રૂા.૫૦,૦૦૦ મળી કુલ રૂા.૨,૫૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ૪ શખ્સો રાજકિરણ વિનોદભાઈ રાઠોડ રહે.સોનારકુઈ ધોળકા, સલમાનખાન નિવાઝખાન પઠાણ રહે.ગધેમાર ધોળકા, બળદેવભાઈ પુનમભાઈ રાવળ રહે.રામપુર ધોળકા તથા મહંમદફૈઝલ અબ્દુલસતાર મનસુરી રહે.જમાતખાના ધોળકાવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Tags :