હળવદ, તા. 29 જુલાઇ 2020, બુધવાર
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા સ્વનિર્ભર યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે ત્યારે લોકોને આથક મુસીબતનો સામનો ન કરવો પડે એ માટે મનરેગા અંતર્ગત યોજનાઓ અમલીકરણમાં મુકવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ નગરપાલિકાએ બે મહિનાથી પગાર ન ચુકવતા ડ્રાઇવરોએ પાલીકાના વાહન ચલાવવાના બંધ કર્યા હતા.
૫ છોટાહાથી, ૫ ટ્રેક્ટરો, પાણીનો ટાકો, સ્કોપયો ગાડી સહિતના કુલ ૧૦ના ડ્રાઇવરો હડતાલ પર ઉતરી ગયા હતા. સાથે સાથે નગરપાલિકામાં આક્ષેપના ઘેરાવમાં આવતા મેન પાવર કોન્ટ્રાક્ટ બળદેવભાઈ દલવાડીએ ભષ્ટાચાર બાબતે એસીબીમાં ફરિયાદ કરી હોવાથી ખાર રાખી તંત્ર દ્વારા બીલ ન ચુકવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, હળવદ નગરપાલિકા ના કારોબારી ચેરમેન, સેનિટેશન ચેરમેન, ચીફ ઓફીસર, કિન્નાખોરી દાખવતી હોવાનો મેન પાવર કોન્ટ્રાક્ટર બળદેવભાઈ દલવાડી દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટરને જ્યાં સુધી પગાર નહી ચુકવાય ત્યાં સુધી વાહનો નહી ચલાવવામા આવે તેવુ જણાવ્યું હતુ, એક બાજુ સ્વચ્છતા લઈને હળવદ નગરપાલિકા દાવા કરી રહી છે ત્યારે બીજી બાજુ વાહન નહી ચાલુ થાય તો હળવદ શહેરમાં કચરાનાં ઢગ અને ગંદકી, રોગચાળાના ભયની સંભાવનાઓ વધી જશે. હળવદ નગરપાલિકા દ્વારા જલ્દીથી આ વાતનું નિરાકરણ લાવે તો લોકોને પડતી હાલાકીથી બચાવી શકાય અને રોગચારાની સંભાવનાથી પણ બચી શકાય તેવુ લોકોમાં ચર્ચાય રહ્યું છે.


