બાવળામાં સિમેન્ટ અને ક્રોક્રીંટ બનાવતી ફેક્ટરીમાં મીક્ષરમાં આવતા કર્મીનું મોત
- ઓપરેટર દ્વારા ભૂલથી મશીન ચાલુ કરી દેતા કામદારનું મોત નિપજ્યાનું તપાસમાં બહાર આવ્યું
બગોદરા, તા. 19 જુલાઇ 2020, રવિવાર
બાવળા ખાતે આવેલ એક ખાનગી સીમેન્ટ કોંક્રીટ બનાવવાના પ્લાન્ટમાં અંદાજે ૨૨ વર્ષીય પરપ્રાંતીય કામદાર મશીનમાં મીક્ષચર સાફ કરવા ઉતર્યો હતો તે દરમ્યાન ઓપરેટર દ્વારા ભુલથી મશીન શરૂ કરી દેવામાં આવતાં કામદાર મીક્ષચર મશીનમાં આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે સારવાર મળે તે પહેલા જ કામદારનું મોત નીપજ્યું હતું જે અંગે બાવળા પોલીસ મથકે પીયુષભાઈ જોષીએ જાણ કરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા તાલુકામાં આવેલ ગેલો નામની સીમેન્ટ કોંક્રીટ બનાવતી ખાનગી કંપનીમાં ફરજ બજાવતાં કામદાર જીતીનકુમાર યાદવ ઉ.વ.૨૨ રહે.નગલાજીવ યુપીવાળા મશીનમાં મીક્ષચર સાફ કરવા ઉતર્યો હતો.
તે દરમ્યાન અચાનક ઓપરેટ દ્વારા મશીન શરૂ કરી દેવામાં આવતાં મીક્ષચર મશીનમાં આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે અમદાવાદ અસારવા હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.
જ્યાં સારવાર દરમ્યાન કામદારનું મોત નીપજ્યું હતું અને મૃતકનું પીએમ કરી લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી જ્યારે આ અંગે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.