Get The App

મૂળી તાલુકાના સરા ગામે કોરોનાનો પગપેસારો થતા ગ્રામજનોમાં ફફડાટ

- વેપારી મથકમાં કિલર કોરોનાની એન્ટ્રી

- રાજકોટથી આવેલી સોની પરિવારની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક તંત્ર હરકતમાં

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
મૂળી તાલુકાના સરા ગામે કોરોનાનો પગપેસારો થતા ગ્રામજનોમાં ફફડાટ 1 - image


સરા, તા. 26 જુલાઇ 2020, રવિવાર

મૂળી તાલુકાના સરાગામે રાજકોટથી સરા આવેલ સોની મહિલાને કોરોના પોઝિટિવનો રિપોટ આવતા ગામમા ભયનો માહોલ જોવા મળ્યો હતો

સરા ગામના વસંતબેન અનંતરાય ફિચડીઆ રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના ધરે ગયેલ હતા તા.૧૬ જુલાઇના રોજ રાજકોટથી સરા પરત ફરેલ હતા જેમને શરદી ઉધરસ થતા તા.૨૧જુલાઇના રોજ રાજકોટ ગયેલ જયા તેઓનો કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોટ પોઝિટિવ આવતા સરાગામમા ભયનું મોજુ ફરી વળ્યુ હતુ સરા ગામે પ્રથમ કોરોના કેસની એન્ટ્રી થતા વહીવટીતંત્રમા દોડધામ મચી ગયેલ હતી મૂળી હેલ્થ  વિભાગના કિરીટભાઇ સરા પી એચ સી ના તબીબ ડો.વણોલ સહિત આરોગ્યની ટીમે કોરોના પોઝીટીવ વિસ્તારમા ધરે ધરે સર્વેની કામગીરી હાથ ધરી હતી નાયબ મામલતદાર સહિત સ્ટાફ સાથે સરા ગ્રા.પંના ઉપ સરપંચ હકીભાઇ શુકલ સહિત સદસ્યોની હાજરીમા કન્ટેન્ટમેન્ટ અને બફરઝોન સહિતની કામગીરી હાથ ધરી હતી

સરાગામે કોરોના સામે સુરક્ષિત રહેવા છેલ્લા બે દિવસથી બપોર પછી વેપારીઓએ ધંધા એકમો બંધ કરી અગમચેતીના પગલા લીધા હતા સરા ગામે સરા થી બહાર જતા આવતા લોકોની અવર જવર રહેતા લોકોમા ભયની લાગણી જોવા મળી રહી છે આજદિન સુધી કોરોનાથી સુરક્ષિત રહેલ સરા ગામમા કોરોનાની એન્ટ્રી થતા લોકોમા ફફડાટ જોવા મળી રહયો છે.


Tags :