હળવદમાં કોરોનાનો ફરી પગપેસારો વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ
- મોરબી જિલ્લામાં દર્દીઓની સંખ્યા 50 ને પાર
- શહેરના વાણિયાવાડના આધેડ અને કાયબા ગામે વાડીમાં રહેતી મહિલા કોરોનામાં સપડાતા દોડધામ
હળવદ, તા. 5 જુલાઈ 2020, રવિવાર
હજુ બે દિવસ પહેલાં હળવદ કોરોના મુકત બન્યુ હતુ ત્યાજ કોરોના પ્રોઝીટીવ ૨ કેસ આવતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી,
હળવદમાંથી લેવાયેલ ૨૦ સેમ્પલ પૈકી વાણિયાવાડમાં રહેતા ૬૭ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી જવા પામા છે, દર્દીને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા, જે ની આજુબાજુ ના સાત ધરના સાત લોકોને હોમકવરોટાઈન્ટ કરાયા હતા,જયારે બીજા કેસ માં હળવદ તાલુકા ના કોયબા ગામ વાડીમાં વસવાટ કરતા ૬૭ વર્ષના મહીલાને કોરોના પોઝીટીવ આવ્યો, દર્દી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જેનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. હનીફાબેન મહંમહમદભાઈ (ઉ.વ. ૬૭ -રહે. દંતેશ્વર દરવાજે, હાલમાં રહે, વાડીએ)ને કોરોના પોઝિટિવ કેસ પ્રાથમિક મળતી માહિતી મુજબ તેઓની કોઈ ટ્રાવેલહિસ્ટ્રીમાલૂમપડેલનથી. હળવદના ગ્રામ્ય પંથકમા કોરોનાના કેસ આવતા તંત્રમા દોડધામ મચી જવા પામી હતી, હળવદ સરકારી દવાખાના ખાતે ૨૦ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી દત્ત પ્રકાશ મહેતા રહે, વાણીયાવાડ વાળાનો (ઉ, ૬૭ વર્ષીય) વૃદ્ધ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેથી હળવદમાં ફરી એક વખત કોરોના ની એન્ટ્રી ૨ કેસ થઈ છે હળવદ મામલતદાર તથા હળવદ બ્લોક હેલ્થ ઓફિસર તથા નાયબ મામલતદાર ચીફ ઓફિસર, તથા નગરપાલિકા સ્ટાફ દ્વારા સેનેટારઈઝર છંટકાવ કરવામાં આવ્યો હતો, અને હળવદના લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી.