Get The App

કોરોનાના દર્દીઓની સારવાર કરનાર હેલ્થ વર્કરનો કોરોના રિપોર્ટ નેગેટિવ

- ગોધરાની વતની સરા પરત ફરતા તબિયત બગડતા કોરોનાના ટેસ્ટ કરાવવો પડયો હતો

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાના દર્દીઓની સારવાર કરનાર હેલ્થ વર્કરનો કોરોના રિપોર્ટ નેગેટિવ 1 - image


સરા, તા.7 જુલાઈ 2020, મંગળવાર

મૂળ ગોધરાના વતની હાલ સરાગામે રહી રાયસંગપર ગામે આવેલ પી એચ સી સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કરની ફરજ બજાવતા કરિશ્માપાંડેએ કોરોના મહામારી સમયે કુતલપર સહિત અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવેલ હતી. 

કોરોના જીવલેણ હોવા છતા વતનથી હજારો માઈલ દુર પરિવારજનો અને પોતાના જીવની પરવા કર્યા વિના કોરોના સામેની લડતમાં જીત મેળવવા મક્કમ મને અ.વાદ વટવા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર હેઠળ રેડઝોન એરીયા સહિત વિસ્તારોમાં પંદર દિવસ સુધી માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવા નિષ્ઠા સાથે ફરજ બજાવેલ હતી. 

સરા પરત ફરતા તેમને શરદી ઉધરસ જણાતા ૪ જુલાઈના રોજ સરા પી એચ સી દ્વારા શંકાસ્પદ કોરોના રિપોર્ટ કરાવેલ હતો જે રિપોટ નેગેટીવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો હતો.

સરાગામે કોરોનાનો પ્રથમ રિપોર્ટ મોકલતા ગામમા ભયનું મોજું ફરી વળ્યું હતું. કોરોના કેસ નોંધાયાની ગામમાં અફવા એ ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા ગ્રામજનોએ પણ રાહતનો દમ લીધો હતો.

નાનકડા એવા રાયસંગપર પીએસસી સેન્ટરમાં રહી જીવના જોખમે કોરોના સામેની જંગ જીતવાના ધ્યેય સાથે રાયસંગપર અને અમદાવાદ ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે માનદ સેવા આપતા કોરોના સામેની લડતના નાના સૈનિક તરીકે કોરોના વોરિયર્સની ઉમદા સેવા બજાવી હતી. ત્યારે મોટા ગામો અને શહેરોમાં કોરોના વોરીયર્સ તરીકે જે સન્માન અને પ્રોત્સાહન ગ્રામ્ય વિસ્તારોના નાના સૈનિકો વંચિત રહેતા હોવાનો ખેદ ગ્રામજનો કરી રહ્યા છે.

Tags :